Mandvi : ગૌવ સેવા માં લીન માંડવી ના યુવાનો નું સન્માન કરાયું
ગૌવ સેવા માં લીન માંડવી ના યુવાનો નું સન્માન કરાયું
માંડવી ના રમણીય દરિયા કિનારે આપણી નવરાત્રી માં ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ને ઉજાગર કરાતું ભવ્ય આયોજન કરાય છે. 13 માં વર્ષ ના આપણી નવરાત્રી ના આયોજન માં વિવિધ સંસ્થાઓ અને શાળા ના વિદ્યાર્થીઓ પોતાની કલાકૃતિ ઓ રજૂ કરતાં હોય છે.
સાથો સાથ સમાજ લક્ષી સમાજ ઉપયોગી કાર્યો કરતાં લોકો ને પણ આપણી નવરાત્રી ના આયોજકો દ્વારા સન્માનિત કરાય છે.
ગૌવ વંશ માટે લમ્પી ના કપરા સમય માં ગૌવંશ ની વારે આવી સેવા આપતા યુવાનો નું સન્માન આપણી નવરાત્રી ના આયોજકો દ્વારા કરાયું હતું.
લમ્પી ના કપરા સમય થી ગૌવ સેવા માં લીન એવા માંડવી જી.ટી હાઈસ્કૂલ 1995 બેચ ના વિધાર્થી ઓ એ અવરીત ગૌવ સેવા કરી રહ્યા છે.ગૌવ વંશ ને વરીયાળી ,હળદર અને ગોળ મિક્સ ભુસો ખવડાવી યોગ્ય દવા આપી ગૌવ વંશ ની વહારે આવ્યા હતા.
લમ્પી નો કહેર થમ્યા બાદ પણ આ યુવાનો અઠવાડિયા માં એક દિવસ ગૌવ વંશ ની સાર સંભાળ લઈ રહ્યા છે. આવા સેવા ના સારથી ગૌવ સેવકો ની આપણી નવરાત્રી ના આયોજકો એ નોંધ લઈ ને બિરદાવ્યા હતા.