MANDVI : માંડવી જીવદયા પ્રેમી યુવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કર્યું
MANDVI માંડવી જી.ટી.હાઈસ્કૂલ 1995 બેચ ના યુવાનો દ્વારા માંડવી શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબનો સુંદર આયોજન કરાયું છે દાતાઓના સહયોગથી કરાતા આ સતકાર્યમાં કાળજાળ ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે આ કાર્ય હાથ ધરાયો છે.
MANDVI માંડવી શહેરના હવેલી ચોક, ભીડબજાર,ગોકુલ રંગ ભવન, સોની બજાર સહિત વિસ્તારોમાં પાણીના પરબ યુવાનો દ્વારા મુકાયા છે આ ગ્રુપના યુવાનો દ્વારા ગૌવંશને લીલો ચારો નું નિરાણ જરૂરિયાત મંદોને રાશન કિટ અને મેડિકલ ની મદદ તથા દિવ્યાંગોને વાર તહેવારે ભોજન કરાવવી રહ્યા છે ત્યારે કાળજાળ ગરમીમાં આ સત્કાર્ય કરી લોકોને અનેરો સંદેશો પાઠવ્યો છે.
પાણીના પરબ માટે સહયોગી થયેલા દાતા પરિવારના નિલેશભાઈ ચાંપાનેરિયા ,કુસુમબેન કમલેશભાઈ મહેતા, વિજયભાઈ ભાનુશાલી તથા શૈલેષભાઈ શાહ પરિવારનો ગ્રુપના યુવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો
MANDVI આ પ્રસંગે જી.ટી.હાઈસ્કૂલ 1995 બેચના દશઁન ઓઝા, પ્રતિક શાહ, મનોજ મામતોર, ચંદ્રેશ માલમ , જયેશ સોની, પારસ માલમ, શિવજી વેકરીયા, શરદ મારૂ, સંજય મારાજ, વિજય ભાનૂશાલી,રાજીવ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.