માંડવી ના યુવાનો એ જીવદયા ની મહેક મહેકાવી
માંડવી જી ટી હાઈસ્કૂલ માં 1995 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા લમ્પી રોગ ના સમય ની વિક્રરાળતા જોઇ જીવદયા નું કાર્ય શરૂ કર્યું હતું અઠવાડિયા ના બે દિવસ મુંગા પશુ ઓની સેવા કરી રહ્યા છે. અને માંડવી શહેર માં જીવદયા ની મહેક મહેકાવી રહ્યા છે.
નગર ના છેવાડા ના વિસ્તારો માં જઈ લમ્પી પીડિત ગૌવ વંશ ની સેવા ની સાથે તેઓ ગોળ,વરિયાળી સાથે ભુસા નું મિશ્રણ ગૌ વંશ ને પીરસી રહ્યા છે. શનિવાર ના ગૌવંશ ના ભુસા સહિત ના દાતા ગ.સ્વ વસંત બેન વ્રજલાલ ગુંસાણી હસ્તે પ્રાણલાલ ભાઈ સોની રહ્યા હતા.
ગૌવવંશ ની સાથે શ્વાનો માટે લાપસી પણ પીરસાઈ હતી જેના દાતા ગ્રુપ ના યુવા અને જીવદયા પ્રેમી રાજીવભાઈ શાહ રહ્યા હતા.
જીવદયા ના આ યજ્ઞ માં દર્શન ઓઝા
મનોજ મામતોરા,પ્રતીક શાહ,નિર્મલ દોશી,નિલેશ છાપાનેરિયા,જયેશ સોની,ચદ્રેશ માલમ,રવિ ભાઈ,અજય ખત્રી,રાજુ ખત્રી,દેવ સોની સહિત સહયોગી બન્યા હતા.