MANDVI : સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહનું માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા સન્માન કરાયું
માંડવીના (MANDVI) સામાજિક જૈન અગ્રણી અને રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહનું, તેમની વિવિધ ક્ષેત્રની સેવાની કદરરૂપે, માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા સન્માન કરાયું હતું.
સંસ્થા દ્વારા માંડવીના (MANDVI) જૈન મિત્રમંડળ સંચાલિત આયંબિલ શાળામાં તાજેતરમાં યોજાયેલા એક શૈક્ષણિક કાર્યક્રમમાં, માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ, માંડવીના ત્રણગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, (MANDVI) માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા(શાહ), (MANDVI) માંડવી નગરપાલિકાના સત્તા પક્ષના નેતાશ્રી લાંતિકભાઈ શાહ, નગરસેવક પારસભાઈ સંઘવી અને સંસ્થાના કાર્યકર એડવોકેટ ઉદયભાઇ શાહના હસ્તે શાલ ઓઢાડીને દિનેશભાઈ શાહનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે (MANDVI) માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.