MANDVI : દુર્ગાપુરના બંધ મકાનમાંથી 1.92 લાખના શરાબનો જથ્થો જપ્ત

MANDVI: માંડવી તાલુકાના દુર્ગાપુરના નવાવાસમાં બંધ મકાનમાં પોલીસે દરોડો પાડી શરાબની 648 બોટલ કિં. રૂા. 1,92,300 જપ્ત કરી છે. જ્યારે આ કામના બે આરોપી દરોડા દરમ્યાન હાજર મળ્યા ન હતા.

MANDVI : દુર્ગાપુરના બંધ મકાનમાંથી 1.92 લાખના શરાબનો જથ્થો જપ્ત

MANDVI માંડવી પોલીસ દુર્ગાપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા તથા અસલમ ઉર્ફે સુલતાન આદમ શેખજાદા (રહે. બન્ને દુર્ગાપુરવાળા) મુસ્લિમ ફળિયામાં, જૈન બોર્ડિંગ પાછળ આવેલાં બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટનો દારૂનો જથ્થો રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં આ બંધ મકાનમાંથી 750 એમ.એલ.ની મેકડોવેલ્સ નં. 1ની વ્હીસ્કીની બોટલ નંગ 264 તથા 180 એમ.એલ.ની બોટલ નંગ 144 તથા રોયલ સ્ટેગ વ્હીસ્કીની 750 એમ.એલ.ની બોટલ નંગ 108 અને 375 એમ.એલ.ની 120 બોટલ તથા બ્લ્યૂમૂન વોડકાની 7પ0 એમએલની 12 બોટલ એમ કુલ્લે 648 શરાબની બોટલ જેની કિં. રૂા. 1,92,300 કબ્જે લેવાઈ હતી.

આ દરોડા દરમ્યાન બન્ને આરોપી હુસેન તથા અસલમ હાજર મળી આવ્યા ન હતા. MANDVI માંડવી પોલીસે આ બન્ને આરોપી ઉપરાંત તપાસમાં જે ખૂલે તેના વિરુદ્ધ પ્રોહિ. એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *