MANDVI / ફેમિલી કોર્ટ માંડવીને ફાળવવામાં આવે તેવી માંગ:મુન્દ્રાને ફેમિલી કોર્ટ ફાળવવામાં આવતા વિરોધ, માંડવી બાર એસોસિએશને અચોક્કસ મુદત સુધી હડતાળ શરૂ કરી
સરકારના સચિવાલય વિભાગ દ્વારા ફેમિલી કોર્ટની માગ સંતોષવામાં આવી છે અને મુન્દ્રા ખાતે ફેમિલી કોર્ટને મંજૂરી અપાઈ છે. જોકે, સચિવાલયના આ નિર્ણયનો માંડવી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એવી દલીલ રજૂ કરી છે કે માંડવી ખાતે ફેમિલી કોર્ટની જોગવાઈ હોવાથી ફેમિલી કોર્ટ માંડવીને ફાળવવામાં આવે. આ પ્રકારની માગ સાથે આજથી માંડવી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બારના આ નિર્ણયથી માંડવી કોર્ટ કાર્યવાહી ઉપર વ્યાપક અસર થવાની સંભાવના છે.
આ અંગે માંડવી બાર એસો.ના પ્રમુખ ખેરાજ ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ માટેની માગ કરતી લેખિત રજૂઆત પણ સંબધિત તંત્રને આલેખીને કરવામાં આવી છે. આ પત્રમાં જણાવાયા મુજબ માંડવી બાર એસોસીએશન દ્વારા આજે સવારે 10.30 વાગે જનરલ મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં માંડવીમાં ફેમિલી કોર્ટની જોગવાઈ થયેલ જે ફેમિલિ કોર્ટ સરકારના સચિવાલય દ્વારા ગઈ કાલે સાંજે પરિપત્ર કરેલ છે. સચિવ આર ડી મહેતા દ્વારા ફેમિલી કોર્ટ મુન્દ્રાને ફાળવવાનો હુકમ કરવામાં આવેલ છે. જેનાં અનુસંધાને આજે માંડવી બાર એસોસિએશન દ્વારા જનરલ મિટિંગ મળી હતી, તેમાં આ નિર્ણય સામે માંડવી બારના તમામ સભ્યો અચોક્કસ મુદત માટે તમામ કામકાજથી અડગા રહેવું એટલે કે કોઈ પણ કેસો ઓર્ડર ઉપર હોય, જામીન અરજી હોય કે અન્ય કોઈ પણ અરજન્ટ કામકાજ હોય તો તે તમામ કામકાજથી માંડવી બાર એસોસિએશનના તમામ સભ્યો અચોક્કસ મુદ્દત સુધી અડગા રહેશે.
મામલતદાર કોર્ટના કેસો હોય, પ્રાંત કચેરીના કેસો હોય,કલેકટર કચેરીનાં હોય, સબરજિસ્ટ્રાર ઓફીસનાં દસ્તાવેજ હોય,નોંધો હોય તમામ કામકાજથી આગા રહેવાનું આ ઠરાવ કરવામાં આવે છે. ઠરાવનું કોઈ પાલન નહી કરે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.