MANDVI : ગુજરાત સરકાર ધ્વારા સેવા સેતુ કાર્યક્રમ (નવમો તબકકો) નું આયોજન માંડવી નગરપાલિકા કચેરી મધ્યે વોર્ડ નંબર ૧ થી ૫ માટે રાખવામાં આવેલ. જેને ઉપાધ્યક્ષા જયોત્સનાબેન સેઘાણીએ દિપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાની લાગણી, અપેક્ષા પૂર્ણ કરવા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ હોઈ સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી બાકાત ન રહે.
MANDVI : આજના કાર્યક્રમમાં (MANDVI) માંડવી નગરપાલિકા કચેરી ધ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ/મરણ પ્રમાણપત્ર અરજદારોને સ્થળ પર એનાયત કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી ધ્વારા નાગરિક પુરવઠાના પ્રશ્નો જેવા કે, રાશનકાર્ડમાં નામ દાખલ કે કમી કરવા, આવક તેમજ જાતિના પ્રમાણપત્ર પત્ર, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે એસ.ટી.પાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (તાલુકા હેલ્થ ઓફિસ) ધ્વારા આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, સીટી સર્વે કચેરી ધ્વારા અરજીઓ સ્વીકારવામાં આવેલ.
MANDVI : સેવા સેતુ કાર્યક્રમમાં ઉપાધ્યક્ષા જયોત્સનાબેન સેઘાણી, નાયબ મામલતદાર પુરવઠા તન્વીબેન વ્યાસ, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર તૃપ્તિબેન મકવાણા, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ઈન્ચાર્જ ભીખુભા જાડેજા, માંડવી નગરપાલિકાના હેડકલાર્ક ચેતનભાઈ જોષી, ચેતનાબેન શાહ, મનજી પરમાર મંચસ્થ રહયા હતા. ધવલ જેઠવા, ભુપેન્દ્ર સલાટ, વિપુલ પટેલ, રાજેશ ગોર, બલરામ વિઝોડા, હિતેષ મુછડીયા, મેહુલ ભટ્ટ, સ્મિતાબેન જોષી, અભિષેક પરમાર, વિપુલ ઝાલા, જવેરભાઈ નાથાણી, જયશ્રીબેન ગોસ્વામી, અવનીબેન ગોસ્વામી, ઉમંગ જોષી, દિનેશ વિઝોડા, ચિરાગ વાધેલા, હિતેષ નંજણ, સીકંદર ભડાલા, જીગર કોચરા, જીતેશ ગોસ્વામી, દિપ રૂડાણી, સુનિલ ઠાકર, વિનોદ મહેશ્વરી, હિતેષ કષ્ટા, મુકેશ પુરબીયા, સાવન રાઠોડ, પ્રકાશ પરમાર, ભરત ડાંગેરા, મયુરસિંહ ઝાલા, પિંગલ જોષી, પ્રીતીબેન સંઘવી, અરૂણાબેન ખાનિયા, જયોત્સનાબેન કષ્ટા, સાગર મહેશ્વરી, અશોક વેગડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.