MANDVI: સમસ્ત બ્રહ્મસમાજ મહિલાપાંખ માંડવીના બહેનોએ 2024 ના નવા વર્ષનો પ્રારંભ સ્નેહમિલન તથા દીકરી જન્મના વધામણા સાથે કર્યો. સિવિલ હોસ્પિટલના કુપોષિત બાળકોને પોષણ યુક્ત કીટ વિતરણ કર્યું.
MANDVI: સમસ્ત બ્રહ્મસમાજ મહિલાપાંખ માંડવીના બહેનોએ 2024 ના નવા વર્ષનો પ્રારંભ સ્નેહમિલન તથા દીકરી જન્મના વધામણા સાથે કર્યો હતો.
MANDVI : સંસ્થાના પ્રમુખ અપર્ણાબેન વ્યાસ, મંત્રી પલ્લવીબેન દવે, ખજાનચી માધવીબેન દવે, સલાહકાર વર્ષાબેન જોશી, ચંદ્રિકાબેન, મધુબેન, કાજલબેન તથા અન્ય બહેનોના હસ્તે માંડવીની સિવિલ હોસ્પિટલના પ્રસુતિગૃહમાં દીકરી જન્મના વધામણા કરી, કુપોષિત બાળકોને પોષણ યુક્ત કીટનું વિતરણ કર્યું હતું. સંસ્થાના તમામ બહેનોએ આર્થિક યોગદાન પૂરું પાડેલ હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના દીપ્તિબેન તથા સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.