MANDVI: શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયુર્વેદિક મેડિકલ કેમ્પનો યોજાયો

MANDVI : અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશાલી મા માંડવી યોજાયેલા આયુર્વેદિક મેડિકલ કેમ્પનો 76 લોકોએ લાભ લીધો.

MANDVI: નિ:શુલ્ક નિદાન અને સારવાર તેમજ પાંચ દિવસની આયુર્વેદિક દવા વિનામૂલ્યે અપાઇ.પરમ પૂજ્ય નરેશમુની મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન ના ઉપક્રમે માતુશ્રી સરોજબેન કિર્તીભાઈ મહેતાના સૌજન્યથી નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશાલીમાં માંડવીમાં પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરીત “વ્યસનમુક્તિ અભિયાન”ના ઉપક્રમે તા. ૨૧/૦૧ ને રવિવારના રોજ આયુર્વેદિક નિદાન અને ઉપચારનો નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. દાતા માતુ શ્રી સરોજબેન કિર્તીભાઈ મહેતા ના સૌજન્યથી પાંચ દિવસની આયુર્વેદિક દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી.

પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને દાતા પરિવારના કિર્તીભાઈ મહેતાએ દીપ પ્રગટાવીને મેડિકલ કેમ્પને ખુલ્લો મુકતા, આ મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.

પ્રારંભમાં વ્યસનમુક્તિ અભિયાન ના મંત્રી અને કિરણ ક્લિનિકમાં યોજાતા મેડિકલ કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે અહીં 244 મો મેડિકલ કેમ્પ યોજાઇ રહ્યો છે. આજે આ કેમ્પમાં 76 લોકોએ લાભ લીધો હતો.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં સેવા આપતાં ડૉ. જય કે. મહેતાએ જણાવ્યું હતું, કિરણ ક્લિનિકમાં ઘણા વર્ષોથી દર મહિને બે મેડિકલ કેમ્પો યોજવામાં આવે છે. એક કેમ્પ પુષ્ય નક્ષત્રમાં દસ વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાસનનો નિઃશુલ્ક કેમ્પ અને બીજો કેમ ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ. માંડવીના નગરજનોને બહોળી સંખ્યા નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

MANDVI:સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશ એમ. શાહે કરેલ હતું. જ્યારે તપગચ્છ જૈન સંઘ માંડવીના ટ્રસ્ટી જયેશભાઈ ચંદુરા એ આભાર દર્શન કરેલ હતું. જ્યારે ઉર્વીબેન મહેતા અને સાજીદભાઈ જત કેમ્પમાં સહયોગી રહ્યા હતા.
માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, દેવલાલી (મહારાષ્ટ્ર) થી વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ અને ઓજશમુનિ મહારાજ સાહેબ, વ્યસનમુક્તિ અભિયાન ના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી અને ટ્રસ્ટી મુકેશભાઈ મહેતા અને સંદીપભાઈ શાહે આ મેડિકલ કેમ્પ ને શુભેચ્છા પાઠવી હોવાનું દિનેશભાઈ શાહે એક યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *