MANDVI: શ્રી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળા, બંદર રોડ, માંડવી-કચ્છ ખાતે સવારે 9:15 કલાકે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને તથા દીકરીની સલામ દેશને નામ અન્વયે દિવ્યાંગ દીકરી અસરાબાનું આગરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, નારા તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા.
MANDVI આ પ્રસંગે પધારેલ દાતાશ્રીઓ ચેમ્બર ઓફ કોમર્સ માંડવીના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ સુરુ, ચંદ્રસેનભાઇ કોટક, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખશ્રી હાજી ફકીરમોહમ્મદ ઈસ્માઈલ છુછીયા, શિક્ષણ અગ્રણીશ્રી દિનેશભાઈ શાહ, સીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી મીરાબેન જોશી, શાળાના પૂર્વ આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ સોની વગેરેને શાળા પરિવાર તથા એસએમસી તરફથી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી ધરાવનાર બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
MANDVI સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ સુરુ, ચંદ્રસેનભાઇ કોટક, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખશ્રી હાજી ફકીરમોહમ્મદ ઇસ્માઈલ છુછીયા, શિક્ષણ અગ્રણીશ્રી દિનેશભાઈ શાહ સીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી મીરાબેન જોશી, દાતાશ્રી દિલીપભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ સોની, શ્રમજીવી સંગઠનના પ્રકાશભાઈ, એસએમસી અધ્યક્ષા શ્રીમતી માસુમાબેન પંજાબી તથા સમગ્ર એસએમસી ટિમ, બસીરભાઈ કિચા, સબીરભાઈ કિચા, નીલમબેન શાંતિલાલ શાહ, સંદીપભાઈ સાધુ, વાલીગણ વગેરે તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. RSPL ઘડી ડિટર્જન્ટ અને આર.કે. એન્ટરપ્રાઇઝ માંડવી તરફથી તમામ શિક્ષકો અને બાળકોને બિસ્કીટ તથા ઘડી સાબુ આપવામાં આવ્યાં. આ પ્રસંગે સમગ્ર એસ.એમ.સી.ની ટીમ તથા બહોળી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા.
MANDVI સ્વાગત અને પ્રસંગ પરિચય શાળાના આચાર્યશ્રી વસંતભાઈ કોચરા દ્વારા રજૂ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળાના શિક્ષિકા સુશ્રી મનિષાબેન ડાભીએ કર્યું. આભાર વિધિ શાળાના શિક્ષિકા સુશ્રી ઉષાબેન સોલંકીએ રજૂ કરી. શાળાના અન્ય શિક્ષકો શ્રી વિમલભાઈ રામાનુજ, શ્રીમતી લીનાબેન બ્રહ્મક્ષત્રિય, શ્રીમતી નફીસાબેન ખત્રી, શ્રીમતી પ્રવિણાબેન પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. તેમ શ્રી દિનેશભાઈ શાહ સાહેબની યાદી જણાવે છે.