MANDVI: માંડવી નાની બચત એજન્ટ એસોસિએશન ની તાજેતરમાં મળેલી મિટિંગમાં એસોસિએશનના હોદ્દેદારો ની ત્રણ વર્ષ માટે સવાૅનુમતે વરણી કરવામાં આવી હતી.MANDVI એસોસિએશનના પ્રમુખ તરીકે રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે મંત્રી તરીકે શ્રીમતી મધુબેન નાકર ની વરણી કરવામાં આવી હતી.
સંસ્થાના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે શ્રી એમ.જી. શાહ, ખજાનચી તરીકે મુકેશભાઈ લીયા અને સહમંત્રી તરીકે જયપ્રકાશભાઈ ધોળકિયા ની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સર્વાનુમતે વરાયેલા તમામ હોદ્દેદારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.