માંડવી MANDVI તાલુકાના એક ગામની પરિણીતા સાથે દુષ્કર્મ થતાં ફરિયાદ નોંધાવાઇ?છે. આ અંગે ગઢશીશા પોલીસ મથકે પરિણીત મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી પાંચેક વર્ષ પૂર્વે તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે આરોપીએ તેમની એકલતાનો ગેરલાભ લઇ તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. આ બાદ ફરિયાદી જ્યારે એકલા હોય ત્યારે આરોપી ત્યાં જઇ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ફરિયાદી તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીને પકડવાનો બાકી હોવાથી પોલીસે તેના નામ-ઠામની વિગતો જાહેર કરી નથી.