MANDVI : માંડવી ખાતે વડીલ વંદના સાથે હોળી ઉત્સવની ઉજવણી કરાઈ

MANDVI : માંડવી ખાતે વડીલ વંદના સાથે હોળી ઉત્સવની ઉજવણી કરાઈ

MANDVI: વડીલ વંદના સાથે હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઇ , આજે માંડવીમાં મેઘમંગલ નગર મધ્યે વડીલોની વંદના અને સન્માન કરી ભવ્ય હોળી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આવી ઉજવણી સામાજિક સંસ્થાઓ કરતી હોય છે પરંતુ એક સોસાયટીએ આ આવકારદાયક ઉજવણી કરી અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. આ કાર્યક્રમમાં મેઘમંગલ ના રહીશ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી

MANDVI: કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરી અને પછી તમામ વડીલોનું સન્માન પૂરા ભાવથી કરી અને આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના તમામ રહીશોએ આ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. આ આયોજનમાં ફક્ત સૂકા કલરનો જ ઉપયોગ કરવાની સૂચના અપાઈ હોવાથી સર્વે કેમિકલ યુક્ત રંગોનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ આ કાર્યક્રમમાં સફાઈ વિશે સમજ આપી કાર્યક્રમ સંચાલિકા હેમાલીબેન કારાતેરા દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંગલનગર ના વોર્ડમેન હાર્દિક ઠક્કર અને સફાઈ કામદાર આશાબેન નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેઘમંગલ નગરના પ્રમુખ અશોક ઠક્કર, રાજેશ સોની, ચંપક મામતોરા, દિલીપ ભાનુશાલી, પ્રતાપ પઢિયાર,દિપક વાસુ, રિંકુ છાટબાર અને વિજયસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *