MANDVI: માંડવી એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં “અવધોત્સવ” યોજાયો

MANDVI માંડવી એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં “અવધોત્સવ” યોજાયો

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રષ્ટ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર માંડવીમાં MANDVI અવધોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી લક્ષ્મીપ્રસાદ શાસ્ત્રીજી, વિશ્વવલ્લભ સ્વામી, નારાયણ આશ્રમના મહંત શ્રી શ્યામભારતી બાપુ સહિતના સાધુ સંતો, સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે. નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિજોડા, આર.એસ.એસ. ના સંઘચાલક શ્રી હિમતભાઈ વસણ, વિદ્યાભારતી પશ્ચિમ કચ્છ વિભાગના અધ્યક્ષ શ્રી રામજીભાઈ વેલાણી તેમજ અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

MANDVI કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષશ્રીઓના કર કમળો વડે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ. કાર્યક્રમની પ્રસ્તાવના તેમજ શાબ્દિક સ્વાગત ટ્રસ્ટના મંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ, ત્યારબાદ અતિથિ વિશેષશ્રીઓનું સન્માન સ્વાગત બાદ રામાયણ નો એક પ્રસંગ ધોરણ ૧ અને ધોરણ ર ના ભૂલકાઓ દ્વારા રજુ કરવામાં આવેલ અને શબરી – રામ મિલાપના એક સરસ મજાના પ્રસંગની ઝલક નાટ્યકૃતિ રૂપે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારપછી સમરસ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં અંતે શ્રી રામના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી ધર્મેશભાઈ જોષીએ કરી હતી.

આ કાર્યક્રમમાં શિશુવાટિકાથી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક શ્રી હિરજીભાઇ કારાણી, ટ્રસ્ટના મંત્રી શ્રી શાંતિલાલ ગણાત્રા, વ્યવસ્થાપક શ્રી ઇશ્વરભાઇ દડગા અને જાગૃ તિબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકશ્રીઓ, તેમજ સમગ્ર સ્ટાફગણ અને સહાયકશ્રીઓ એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સંયોજક શ્રી મમતાબેન વાડા અને સુભાષભાઈ ગઢવી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગઢવી એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *