MANDVI : માંડવીમાં હવેથી દર શનિવારે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરની રાહત ભાવે સેવા મળી શકશે. દવાઓ 50% રાહત ભાવે મળશે
MANDVI: માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા “જનકલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીમાં હવેથી દર શનિવારે બપોરના ૩ થી ૬ વાગ્યા દરમિયાન સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની રાહત ભાવે સેવા મળી શકશે.
MANDVI : સ્ત્રીઓને મૂંઝવતા પ્રશ્નો માટે સ્ત્રી રોગ નિષ્ણાત ગાયનેક ડો. ચામીૅ પવાણી (એમ.એસ.ગાયનેક) ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજીસ્ટ સ્ત્રીઓને લગતી સમસ્યાઓ જેવી કે અનિયમિત માસિક સમસ્યાઓ, સફેદ પાણી પડવું, વંધ્યત્વ, ગર્ભાશય ને લગતા રોગો તેમજ સ્તન કેન્સર જેવી અનેક બીમારીઓ માટે રાહત ભાવે સેવા આપનાર હોવાનું સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી તથા ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું છે.
MANDVI : દવામાં 50% રાહત મળશે. દર્દીઓએ પોતાની જૂની ફાઈલ સાથે રાખવી. રજીસ્ટ્રેશન માટે મો. 79900 99010 ઉપર સંપર્ક કરવા સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારા એ જણાવ્યું હતું.