MANDVI : મૂળ ગુંદીયાળી હાલે માંડવી રહેતા 27 વર્ષીય પરિણીતા ધ્વનીબેન પ્રકાશભાઇ બોડાએ ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું.
MANDVI : મૂળ ગુંદીયાળી હાલે માંડવીમાં રિદ્ધિસિદ્ધિ નગર ખાતે રહેતા ધ્વનીબેન બોડાએ ગઇકાલે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ થયું હોવાની વિગતો માંડવી પોલીસ મથકે મૃતકના મામા કિશોરભાઇ મોતાએ નોંધાવી હતી. ધ્વનીબેનના લગ્ન બાર વર્ષ પૂર્વે ગુંદીયાળીના પ્રકાશભાઇ બોડા સાથે થયા હોવાનું લખાવાયું છે. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીઆઇ ડી.ડી. શિમ્પી અને નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. જાડેજાએ હાથ ધરી છે.