MANDVI: માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીની હોસ્પિટલના બાંધકામ ડેવલોપમેન્ટ માટે મૂળ ભુજપુર હાલે અમેરિકા નિવાસીદાતા તરફથી રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ)ના માતબાર અનુદાનની જાહેરાત થઈ.
હોસ્પિટલની સતત 31 વર્ષથી ચાલતી આરોગ્યલક્ષી નેત્રદીપક કામગીરી થી પ્રભાવિત થઈ રૂપિયા એક કરોડના માતબાર અનુદાન માટે જાહેરાત કરી.
બંદરીય MANDVI માંડવી શહેરમાં માંડવી-ભુજ હાઇવે ઉપર આવેલી અને છેલ્લા 31 વર્ષથી આરોગ્યક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીની હોસ્પિટલના બાંધકામ ડેવલોપમેન્ટ માટે ઉષાબેન રમણીકલાલ મગનલાલ દેઢીયા ભુજપુર (તા.મુન્દ્રા) (હસ્તે:- માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢીયા ભુજપુર (તા.મુન્દ્રા) હાલે અમેરિકા) તરફથી તાજેતરમાં રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ)ના માતબાર અનુદાન આપવાની જાહેરાત થયેલ હોવાનું સંસ્થાના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
MANDVI દાતા પરિવારના માયાબેન રમેશભાઈ દેઢીયા અને રમેશભાઈ મગનલાલ દેઢીયા ભુજપુર (તા.મુંદ્રા) (હાલે અમેરિકા) નીવાસી તાજેતરમાં હોસ્પિટલની રૂબરૂ મુલાકાત માટે અમેરિકાથી માંડવી આવેલ હતા. તેમની સાથે ભુજપુર (તા.મુન્દ્રા)થી કિરણભાઈ ગોસ્વામી અને વિનોદભાઈ પીઠડીયા પણ માંડવી આવેલ હતા. ત્યારે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સંસ્થા દ્વારા છેલ્લા 31 વર્ષ થી થઈ રહેલી આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી. સંસ્થાની આરોગ્ય સેવાથી ભારે પ્રભાવિત થઈ ઉષાબેન રમણીકલાલ મગનલાલ દેઢિયા ભુજપુર (તા.મુન્દ્રા) તરફથી હોસ્પિટલના બાંધકામ ડેવલપમેન્ટ માટે રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ) માતબાર અનુદાન આપવા માટે માયાબેન રમેશભાઈ દેઢીયા અને રમેશભાઈ મગનલાલ દેઢીયા ભુજપુર (હાલે અમેરિકા) નિવાસી એ જાહેરાત કરેલ હોવાનું સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના માયાબેન રમેશભાઈ દેઢીયા અને રમેશભાઈ મગનલાલ દેઢીયા ભુજપુર (તા.મુન્દ્રા) હાલે અમેરિકાનું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ સન્માન કરેલ હતું.
MANDVI દાતા ઉષાબેન રમણીક લાલ મગનલાલ દેઢીયા ભુજપુર (તા.મુન્દ્રા) (હસ્તે:- માયાબેન રમેશભાઈ દેઢીયા અને રમેશભાઈ મગનલાલ દેઢિયા ભુજપુર હાલે અમેરિકા) એ હોસ્પિટલના બાંધકામ ડેવલપમેન્ટ માટે રૂપિયા એક કરોડ (૧, ૦૦,૦૦,૦૦૦) માતબાર અનુદાનની જાહેરાત કરવા બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુકભાઈ રાણા, વર્તમાન પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સંસ્થાના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારીશ્રી વી. કે. સોલંકી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.