MANDVI: માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા માંડવીના 60 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ ને 448 મી ટ્રાયસિકલ અર્પણ કરાઇ મસ્કતના દાતા મીનાબેન નવલભાઇ વેદે આર્થિક યોગદાન આપ્યું.
MANDVI: અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા મસ્કતના દાતા ના આર્થિક સહયોગથી, માંડવીના 60 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ ને 448મી ટ્રાઇસિકલ અર્પણ કરાઈ હતી.
MANDVI : માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મસ્કતના દાતા મીનાબેન નવલભાઇ વેદના આર્થિક સહયોગથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઇ મીરના હસ્તે માંડવીના 60% દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગભાઈ કનકસિંહ મેઘજી મોતીવરસને 448 મી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી.