MANDVI: માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દિવ્યાંગ ભાઈને વ્હીલચેર અર્પણ કરાઇ

MANDVI: માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા માંડવીના દિવ્યાંગ ભાઈને વ્હીલચેર અર્પણ કરાઇ. 

MANDVI માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તાજેતરમાં માંડવીના 60 વર્ષિય દિવ્યાંગ ભાઈને વ્હીલચેર અર્પણ કરાઈ હતી. 

 MANDVI: માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર તથા સંસ્થાના ટ્રસ્ટી તેમજ મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના હસ્તે માંડવીના 60 વર્ષીય દિવ્યાંગભાઈ દુર્ગેશભાઈ લાભશંકર ગોરાતેલા ને વ્હીલચેર સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *