MANDVI : કેરા ગામે યોજાયેલા દિવ્યાંગ રમતોત્સવ 2023 માં માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયની ત્રણ દિવ્યાંગ છાત્રાઓએ વિજેતા બનીને સંસ્થાનું ગૌરવ વધાર્યું.
MANDVI : માંડવી મા છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી” સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની છાત્રાઓએ તાજેતરમાં નવચેતન અંધજન મંડળ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેરા – યુ. કે. ના સૌજન્યથી, દર વર્ષે યોજતા દિવ્યાંગ રમતોત્સવમાં આ વર્ષે પણ ભાગ લીધો હતો. કેરા – કુંદનપરના કપિલ કોર ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલા દિવ્યાંગ રમતોત્સવ 2023 માં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની ત્રણ દિવ્યાંગ છાત્રાઓ સિજુ મનીષા રવજીભાઈ, સિજુ અલ્પા આશાભાઈ અને સીજુ કંકુ રવજીભાઈ ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા બનીને સંસ્થાનું ગૌરવ વધારેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું. આ ત્રણે વિજેતા છાત્રાઓને ફ્રેન્ડ્સ ઓફ કેરા – યુ.કે. તરફથી રોકડ પારીતોષિક અને ટ્રાવેલિંગ બેગ અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
MANDVI : આ રમતોત્સવમાં સંસ્થાના સહમંત્રી સુલતાનભાઇ મીર, ટ્રસ્ટી ખુશાલભાઈ બળીયા અને ભીમગર ગોસ્વામી તેમજ છાત્રાલયના ગૃહમાતા પ્રવિણાબેન પાટોડી ઉપસ્થિત રહ્યા હતા. ત્રણે વિજેતા છાત્રાઓને સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.