MANDVI : માંડવીના એડવોકેટ દીપકભાઈ સોની ની યંગ જાયન્ટ્સ ડિવિઝન ના ઓફિસર તરીકે વરણી કરાઈ
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩બી (ગુજરાત) ના પ્રમુખ કેતનભાઇ રોજેસરા દ્વારા માંડવીના (MANDVI) એડવોકેટ દીપકભાઈ પ્રભુલાલ સોની ને યંગ જાયન્ટ્સ ડિવિઝનના ઓફિસર તરીકે સમગ્ર ગુજરાત રાજ્યની જવાબદારી સોંપવામાં આવેલ છે.
શ્રી દિપકભાઈ સોની 2003 ના વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સાથે સંકળાયેલા છે. તેઓ બે વખત પ્રમુખ તરીકેની સુંદર કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બેસ્ટ મંત્રી અને બેસ્ટ પ્રમુખ નો એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બન્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી સોની જ્ઞાતિના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ માંડવીની (MANDVI) અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. આમ દીપકભાઈ સોની અને જાયન્ટ્સ ગ્રુપ, ગિરનારા પરજીયા સોની જ્ઞાતિ, માંડવી શહેર તેમજ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩બી (ગુજરાત)ના પૂર્વ મીડિયા ઓફિસર અને માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું છે.