MANDVI : મહાવીર સ્વામી જિનાલયની 12મી ધ્વજારોહણ નો પ્રસંગ મંગળવારે ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો. જૈનપુરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજ માટે પાંચેગચ્છના સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો.
MANDVI: માંડવીમાં મહાવીર સ્વામી જિનાલયની 12મી ધ્વજારોહણનો પ્રસંગે તા. ૧૬/૦૧ને મંગળવારના રોજ પરમ પૂજ્ય ભદ્રગુણાશ્રીજી મહારાજ સાહેબ ઠાણા ૩ની પાવન નિશ્રામાં ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો.
મહાવીર સ્વામી જિનાલયમાં સવારના 9:30 કલાકે, ચારેય મંડળના બહેનોએ સત્તરભેદી પૂજા ભણાવી હતી. જેમાં પાંચેગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવારે, ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી સુરજબેન કિર્તીભાઈ મહેતા પરિવારે, ધ્વજાની જમણી બાજુ ચામર ઢાળવાનો લાભ માતુ શ્રી જડાવબેન વાડીલાલ શાહ પરિવારે, ધ્વજાની ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે, ધ્વજાની આગળ દીપક લઈને ચાલવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈ પરિવારે, ધ્વજા ની આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ માતુ શ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે લીધો હતો.
MANDVI આરતી નો લાભ દમયંતીબેન ચમનલાલ ગોળવાલા પરિવારે, મંગલ દિવાનો લાભ માતુ શ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે અને શાંતિકળશ નો લાભ માતુ શ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે લીધો હતો.
MANDVI : સવારે 11:00 કલાકે, માતુ શ્રી સુરજબેન કિર્તીભાઈ મહેતા પરિવાર એ મહાવીર સ્વામી જિનાલયમાં ધ્વજા ચડાવી હતી. બપોરે 12:00 કલાકે, મહાવીર સ્વામી જિનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી જૈનપૂરી મધ્યે, માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છ માટે સ્વામી વાત્સલ્ય નો કાર્યક્રમ યોજાયો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. ધ્વજારોહણ પ્રસંગે શીતલ મંડળ તથા ત્રીશલા મંડળના બહેનોએ પ્રભુભક્તિમાં ભાવનાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. તમામ કાર્યક્રમમાં માંડવીના પાંચેગચ્છના ભાવિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.