MANDVI: માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – MANDVI માંડવીને મસ્કાના રાજગોર દંપત્તિ શ્રી જયંતીલાલ વાલજીભાઈ રાજગોર અને શ્રીમતી શાંતાબેન જયંતીલાલ તરફથી તાજેતરમાં અનુદાન આપી પ્રેરણાદાયી કાર્ય કરાયું હતું.
શ્રીમતી શાંતાબેન જયંતીલાલ ને 75 વર્ષ પૂર્ણ થવા બદલ મસ્કાના ખાખીવાડા શિવ મંદિર મધ્યે યોજાયેલા લઘુરુદ્ર, હોમ હવન અને ભોલેનાથ ના મંત્ર જાપના યોજાયેલા કાર્યક્રમમાં માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના માનદસભ્ય અને પૂર્વમંત્રી મહેતા સંજયભાઈ દેવજીભાઈ (ડગાળાવાલા) ની પ્રેરણાથી મસ્કાના આ રાજગોર દંપતિએ જનકલ્યાણ મેડિકલ સોસાયટીને અનુદાન આપી પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
MANDVI: મસ્કાના ખાખીવાડા શિવ મંદિર મધ્યે યોજાયેલા લઘુરુદ્ર, હોમ હવન અને ભોલેનાથના મંત્રના જાપ અને આરતી બાદ જયંતીલાલ વાલજીભાઈ રાજગોર અને શ્રીમતી શાંતાબેન જયંતીલાલ રાજગોરે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહ, માનદસભ્ય અને પૂર્વમંત્રી સંજયભાઈ દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા), સંસ્થાના સલાહકાર અને પૂર્વ સનદી અધિકારી વી. કે. સોલંકી અને રાજુભાઈ ચૌધરીને અનુદાનનો ચેક અર્પણ કરેલ હતો. આ પ્રસંગે દાતા પરિવારની દીકરી એડવોકેટ રંજનબેન જે. રાજગોર (મુંબઈ) સહિત મસ્કાના ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
MANDVI: સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને દાન માટે પ્રેરણા આપનાર સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) એ દાતા પરિવારનો આભાર માન્યો હતો.