MANDVI : માંડવી મામલતદાર ને ગેરકાદેસર ખનન અંગે કરાઈ રજુવાતો, રેતી ચોરી પર કરાશે જનતા રેડ : દિનેશભાઈ મહેશ્વરી
MANDVI : માંડવી તાલુકા ના મોટી અને નાની રાયણ ગામમાં થતી ગેરકાયદેસર રેતી ચોરી વિરુદ્ધ સામાજીક અગ્રણી દિનેશભાઈ મહેશ્વરી માંડવી મામલતદાર ને કરી ધારદાર રજુઆત
MANDVI : માંડવી તાલુકાનાં રાયણ ગામની હદમાં આવતી નદીઓમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી અને નેશનલ હાઈવે બાયપાસ રોડના ચાલતા કામ માંથી માટી ચોરી થઈ રહી હોઈ જેનાં વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી થવા બાબતે માંડવી મામલતદાર ને રજુવાત કરાઈ હતી
MANDVI : માંડવી તાલુકાનાં મોટી રાયણ અને નાની રાયણ ગામની ગામતડ અને સિમતડ ની હદ માં વર્ષો જુની નદીઓ આવેલ છે સરકાર શ્રીની માલિકી છે જે નદીઓમાં લોડર,જેસીબી,ટ્રેક્ટરો માલવાહક લોડિંગ વાહનો દ્વારા વહેલી સવારમાં 5 વાગ્યા ના અરસા માં અને દિવસ ભર ગેરકાયદેસર રીતે કોઈ પણ સરકારી ચલણ ભર્યા વિના તેમજ રોયલ્ટી ભર્યા વિના માથાભારે શખ્સો દ્વારા રેતી ચોરીનું ખનન કરી સરકાર શ્રીને નુકશાન પહોંચાડી રહેલ છે તેમજ માંડવી નેશનલ હાઈવે બાયપાસ રોડના ચાલતા સરકારી કામના રોડને લેવલિંગ કરેલ માર્ગ માંથી નિકડેલ માથી માટી સાઈડ સ્પોર્ટ માટે પડેલ છે જેનું ઉપયોગ તંત્ર દ્વારા વ્યવસ્થા જાડવવા અને ખેડુતોના ખેતરોમાં કાચા રોડ અથવા જમીન માં બાધાં બાંધવા જ ઉપયોગ કરાઈ શકાય છે જે પડેલ સ્ટોક માટી પણ ડમ્પરો દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ પણ વિભાગની મંજુરી લીધા વીના માટીનું ખનન થઈ રહેલ છે અવું વારંવાર જાણવા મળેલ છે.તેવું જણાવતા સામાજીક અગ્રણી દિનેશભાઈ મહેશ્વરીએ રજૂઆત કરતા જો કાર્યવાહી ન થાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી