MANDVI : માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે માંડવી મંડન શ્રી શીતલનાથ દાદા તથા ચૌમુખજી પાર્શ્વનાથદાદા નો ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો.તપગચ્છ જૈન સંઘ નો સ્વામીવાત્સલ્ય કાર્યક્રમ પણ યોજાયો. સકળ સંઘના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પ. પૂ. સાધ્વીજી ભગવંત પુણ્યદર્શનાશ્રીજી મ.સા. ઠાણા ૩(ત્રણ)ની પાવન નિશ્રામાં તા. ૩૧/૦૮ને ગુરુવારના રોજ માંડવી મંડન શ્રી શીતલનાથ દાદા તથા ચૌમુખજી પાર્શ્વનાથ દાદા નો ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો.
ગુરુવારના સવારના 10:30 કલાકે 17 ભેદી પૂજામાં બહોળી સંખ્યામાં ભાવિક ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બપોરે 12:39 વાગે શીતલનાથ દાદા તથા ચૌમુખજી ની ધ્વજા લાભાર્થીના હસ્તે ચડાવાઈ હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે શીતલનાથ પ્રભુજી તથા સર્વ ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી જડાવબેન કાનજી ઠાકરશી શાહ પરિવારે, શીતલનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈ એ, શીતલનાથ પ્રભુજીના ઘુમટ ની ધ્વજા લહેરાવવાનો લાભ માતૃશ્રી જડાવબેન વાડીલાલ હંસરાજ શાહે, શીતલનાથ પ્રભુજીની ચોકીયારીની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવીએ, શ્રી યક્ષ – યક્ષિણીની ધજા ચડાવવાનો લાભ મહેતા તરુણભાઈ રમણીકલાલ પરિવારે, ચૌમુખજી પાર્શ્વનાથની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા એ લીધો હતો.
પ્રભુજીની ધ્વજ ની જમણી બાજુ ચામર ઢાળવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈએ, ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવાર એ, પ્રભુજીની ધ્વજા આગળ ધૂપ લઈને ફરવાનો લાભ સંઘવી પૂર્ણિમાબેન વ્રજલાલભાઈએ, પ્રભુજીની ધ્વજા આગળ દીપક લઈને ફરવાનો લાભ મહેતા તરુણભાઈ રમણીકલાલે લીધો હતો.
આરતી નો લાભ માતૃશ્રી કમલાબેન સુબોધચંદ્ર શાહે, મંગલદીવા નો લાભ શિતલ મંડળે જ્યારે શાંતિ – કળશ નો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં માંડવીના સકળ સંઘના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.