MANDVI:માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને લંડનના દાતા તરફથી ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ બ્લેન્કેટ વિતરિત કરાયા.
MANDVI : માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય (પાંજરાપોળ સામે – નાગલપુર રોડ – માંડવી) ની દિવ્યાંગ દીકરીઓને તાજેતરમાં લંડનના દાતા તરફથી ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ બ્લેન્કેટ વિતરિત કરાયા હતા.
MANDVI: દાતા વેલજીભાઈ કરશનભાઈ કારા (હાલે લંડન) હસ્તે:- ધનજીભાઈ ભીમજીભાઈ હિરાણી – કોડાય તરફથી, વિકલાંગ કન્યા છાત્રાલય દિવ્યાંગ દીકરીઓ અને સંસ્થાના કર્મચારીઓને ઠંડીથી રક્ષણ મેળવવા તાજેતરમાં ગરમ બ્લેન્કેટ વિતરિત કરાયા હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.
સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હોવાનું સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીરે જણાવ્યું હતું