MANDVI /ટોપણસર તળાવમાં માછલીઓનો જીવ બચાવવા દવાનો છંટકાવ કરાયો

MANDVI : પાણીમાં ઓકિસજનનું પ્રમાણ ઓછું થતાં ટોપણસર તળાવમાં જળચર માછલીઓના મૃત થતાં માંડવી નગર સેવા સદન ધ્વારા માછલીઓના બચાવ માટે પ્રથમ તબકકે ચૂનાનો છંટકાવ કરવામાં આવેલ હતો.

MANDVI : આ અંગે માહિતિ આપતા અધ્યક્ષ હરેશ વિંઝોડા, ઉપાધ્યક્ષા જયોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠકકર, સેનિટેશન ચેરમેન પિયુષ ગોહિલ, પાણી પુરવઠા ચેરમેન પારસ માલમ, મુખ્ય અધિકારી સંજય પટેલે જણાવ્યું હતું કે, સેનેટરી ઈન્સપેકટર મનજી પરમાર, જયેશ ભેડા, કરણ મહેશ્વરી, વોર્ડમેન હાર્દિક ઠકકર તથા સેનેટરી વિભાગના કર્મચારીઓ હાજર રહી અને ટીમ ધ્વારા પ્રથમ તબકકે ચૂનાનો પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોટેશિયમ પરમેગ્નેટ (પાવડર) અને જીઓ લાઈટ પાવડરનો તળાવમાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે વધુ પડતી માછલીઓ મૃત ન બને અને જીવ બચાવી શકાય તે હેતુથી દવા છંટાવ કરવામાં આવ્યો છે.

MANDVI : ગત વર્ષે પણ આવી જ રીતે ટોપણસર તળાવમાં ચૂનો તથા પોટેશિયમ પરમેગ્નેટ (પાવડર)નો છંટકાવ કરવામાં આવેલ હતો. પરિણામે તળાવમાં રહેલ માછલીઓને બચાવી લેવામાં આવેલ તેવી માહિતી ભૂપેન્દ્ર સલાટે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *