MANDVI : એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજના ત્રણ મશીન નું લોકાપર્ણ કરી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી એ સેવાકીય કાર્ય સાથે 2024 ના નવા વર્ષને આવકાર આપ્યો.
MANDVI ગાંધીધામ નિવાસી પોતાની દીકરી શ્રીમતી સીમાબેન નૈનેષભાઈ નાગડા ના સૌજન્યથી સંસ્થાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મ પત્ની જ્યોતિબેન શાહે સંસ્થાને ત્રણ મશીન અર્પણ કર્યા.
MANDVI : એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજના ત્રણ મશીન નું આજે નવા વર્ષે તા. 01/01/2024 ને સોમવારના લોકાપર્ણ કરી માંડવીમાં 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ સેવાકીય કાર્ય સાથે 2024 ના નવા વર્ષને આવકાર આપેલ હતો.
ગાંધીધામ નિવાસી પોતાની દીકરી શ્રીમતી સીમાબેન નૈનેશભાઈ કાંતિલાલ નાગડાના સૌજન્યથી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન શાહે સંસ્થાને ત્રણ મશીન અર્પણ કર્યા હતા.
માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થા ના કાર્યાલયમાં આજે 2024 ના નવા વર્ષે તા. 01/01/2024 ને સોમવારના સવારના 10:00 વાગે મશીનના લોકાપર્ણ નો કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં માંડવીની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને માંડવી રોટરી ક્લબના પ્રમુખ અક્ષયભાઈ મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પૂર્વ પ્રમુખ અને દાતા પરિવારના અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ શાહે દીપ પ્રગટાવીને, એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજના ત્રણ મશીનનું લોકાપર્ણ કરેલ હતું.
સ્વાગત પ્રવચનમાં પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા એ સૌને આવકાર આપી, સંસ્થાને એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજના ત્રણ મશીન ભેટ આપવા બદલ ગાંધીધામના દાતા પોતાના લગ્ન જીવનના 25માં વર્ષે શ્રીમતી સીમાબેન નૈનેશભાઈ કાંતિલાલ નાગડા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મશીન ભેટ આપવાની પ્રેરણા આપવા બદલ સંસ્થાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન શાહને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રસંગ પરિચય આપતા સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજ તા. 01/01/2024 થી તા. 15/01/2024 સુધી 15 દિવસ સુધી માંડવીના નગરજનોને કાસ્યથાળી ના મસાજ ની સારવાર નિ:શુલ્ક કરી અપાશે. ત્યારબાદ તા. 16/01/2024 થી અત્યંત રાહત ભાવે સારવાર કરી અપાશે. આ સારવારનો સમય સોમવારથી શનિવાર દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 4 થી 7 નો રહેશે. માંડવીના નગરજનોને બહોળી સંખ્યામાં આ સારવાર નો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
અતિથિ વિશેષ પદેથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને રોટરી ક્લબના પ્રમુખ અક્ષયભાઈ મહેતાએ દાતા પરિવારને અભિનંદન પાઠવી, એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજની સારવાર માંડવીના નગરજનોને આશીર્વાદરૂપ નિવડશે. આ બંને આગેવાનોએ 31 વર્ષથી દિવ્યાંગોની સેવા કરતી આ સંસ્થાના આગેવાનોને અભિનંદન પાઠવી પોતાના સાથ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.
સંસ્થાના સહમંત્રી સુલતાનભાઇ મીર કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક્યુપ્રેશર પોઇન્ટ સાથે કાંસ્યથાળી મસાજની સારવારથી 25 જેટલા ફાયદા થાય છે કે જેમાં મુખ્યત્વે મોઢા ઉપર તાજગી આવે છે, ઉઝાૅનું સંચાર કરે છે, શરીરમાં હાનિકારક તત્વોને ઓછા કરે છે, શરીરની પિત્તમાં ઘટાડો થાય છે, ઊંઘ સારી આવે છે, શરીરની તજાગરમી દૂર થાય છે, પગના સોજા ઘટાડે છે, વાળ ખરવામાં ઘટાડો થાય છે, એસીડીટી ની તકલીફમાં ફાયદો થાય છે, ઘૂંટણનો દુ:ખાવો તથા સાંધાના દુ:ખાવામાં ફાયદો થાય છે, પાચનતંત્રને સપોર્ટ કરે છે, આંખોની થકાવટ દૂર કરે છે, સુગરને કારણે પગની ધ્રુજારી ઓછી કરવામાં મદદરૂપ થાય છે, તેમજ ચહેરાના ખીલ ઓછા થાય છે. વગેરેનો સમાવેશ થતો હોવાનું સંસ્થાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. કાર્યક્રમમાં સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને હિતાલીબેન કષ્ટા સહયોગી રહ્યા હતા.