MANDVI: માંડવીના અપંગ કન્યા છાત્રાલયની મુલાકાત લેતા NAB ગુજરાત શાખાના મંત્રી અને નવચેતન અંધજન મંડળ માધાપર ના એવોર્ડી શિક્ષક હેમાંશુભાઈ સોમપુરા.
MANDVI: અંધ, અપંગ મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના સેવાકીય કાર્યો અને તેમના ઉત્કર્ષ માટે છેલ્લા 31 વર્ષથી માંડવીમાં કાર્યરત સંસ્થા “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી” સંચાલિત માંડવીના પાંજરાપોળ સામે – નાગલપુર રોડ પર આવેલી અને 2015 થી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલયની મુલાકાતે તાજેતરમાં NAB ગુજરાત શાખાના પ્રજ્ઞાચક્ષુ મંત્રી શ્રી તારકભાઇ લુહાર અને માધાપર ની નવચેતન અંધજન મંડળ સંસ્થાના એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક શ્રી હેમાંશુભાઈ સોમપુરા (પ્રજ્ઞાચક્ષુ) આવ્યા હતા.
MANDVI: અપંગ કન્યા છાત્રાલયમાં દિવ્યાંગ છાત્રાઓની સંસ્થાની વ્યવસ્થાથી તેઓ બંને આગેવાનો પ્રભાવિત થયા હતા. અને આ સંસ્થા કચ્છની દિવ્યાંગ છાત્રોઓ માટે આશીર્વાદરૂપ છે તેમ જણાવ્યું હતું.
MANDVI: આ પ્રસંગે સંસ્થાના સહમંત્રી શ્રી સુલતાનભાઇ મીર (દિવ્યાંગ) અને પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટી ખુશાલભાઈ બળીયાના હસ્તે સંસ્થાએ બંને આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું. પ્રારંભમાં છાત્રાલયના ગૃહમાતા પ્રવિણાબેન પાટોડીએ બંને આગેવાનોને આવકાર આપેલ હતો.