આજની મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારમાં સચિવ રહેલા ગુરુપ્રસાદ મહાપાત્રાજીની વાત કરી. પ્રધાનમંત્રી એ કહ્યું કે, ગુરૂપ્રસાદજીને કોરોના થયો હતો તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને પોતાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યાં હતા. દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધે દૂર દૂરના સ્થળો સુધી ઓક્સિજન પહોંચે તેના માટે તેમણે દિવસ-રાત મહેનત કરી હતી. એક બાજુ અદાલત અને મીડિયાનું દબાણ- એક સાથે તેઓ કેટલાંય મોરચે લડત આપતા હતા, બિમારી દરમિયાન તેમણે કામ કરવાનું બંધ કર્યું. તેમને ના પાડવા છતાં તેઓ ઓક્સિજન પર થનારી વિડીયો કોન્ફરન્સમાં જોડાઈ જતાં હતા. તેમને દેશવાસીઓની ખૂબ બધી ચિંતા હતી. તેઓ હોસ્પિટલના બિછાને પોતાની ચિંતા કર્યા વિના દેશના લોકો માટે ઓક્સિજનની વ્યવસ્થા માટે કાર્ય કરતાં રહ્યાં. આપણાં સૌ માટે દુઃખદ છે કે આવા કર્મયોગીને આપણે ખોઈ દીધાં. કોરોનાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા.