ઉત્તરાયણ પર ગુજરાતમાં વેચાતી જીવલેણ ચાઇનીઝ દોરીને લઇને હાઇકોર્ટે આકરું વલણ

ચાઇનીઝ દોરીના વેચાણને લઈને ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ , સરકારને બે જ દિવસમાં જવાબ આપવા કર્યો આદેશ

આગામી દિવસોમાં દેશભરમાં ઉજવાશે ઉત્તરાયણનો તહેવાર

ગુજરાતમાં બેફામ વેચાતી જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણને લઈને હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. પ્રતિબંધ કરી દેવામાં આવેલ ચાઇનીઝ દોરીના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે જેને લઈને હાઇકોર્ટે ટકોર કરી છે કે ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર પાસે રૂપરેખા માંગ્યો ખુલાસો માંગ્યો છે, સરકાર દોરી પર પ્રતિબંધની અમલવારી કઈ રીતે કરાવી રહી છે તેની જાણકારી પણ આપવાની રહેશે. સરકારને બે જ દિવસમાં જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે.

ઉત્તરાયણમાં દર વર્ષે અનેક લોકો ગુમાવે છે જીવ
ઉત્તરાયણ…એટલે આખા ભારતમાં ગુજરાતીઑ માટે સૌથી ખાસ તહેવાર પણ દોરીના કારણે હતી મોત ઘણા ઘરોમાં માતમ લાવે છે. દર વર્ષે ઉતરાયણ દરમિયાન વીજળીના તાર અડકવા, ધાબા પરથી પડી જવા તથા રસ્તા પર વાહન ચલાવતા સમયે ચાઇનીઝ દોરી ઘસાઈ જવાના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. સરકાર દ્વારા આ વખતે પણ કાર્યવાહીના દાવા કરવામાં આવી રહ્યા છે પણ છેલ્લા એક સપ્તાહમાં જ સુરત અને વડોદરા અમે બે શહેરોમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે.

જોકે સમગ્ર મામલો હાલ હાઇકોર્ટમાં પહોંચી ગયો છે ત્યારે સરકારની કાર્યવાહીને લઈને આગામી છઠ્ઠી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણીમાં હાઇકોર્ટ મોટા આદેશ પણ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *