મહેસાણામાં યુવક-યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર
મહેસાણામાં ફરી એકવાર યુવક-યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી છે. વિસનગર તાલુકાના ઉમતા નજીક યુવક-યુવતીની ઝાડ પર લટકી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મહેસાણામાં ફરી એકવાર યુવક-યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી છે. વિસનગર તાલુકાના ઉમતા નજીક યુવક-યુવતીની ઝાડ પર લટકી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ નજરે ઝાડ સાથે લટકતા યુવક-યુવતીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. વડનગર ઉમતા રોડ ઉપર ખેતરમાં બન્નેએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે આ યુવક અને યુવતી કોણ તેની ઓળખ થઈ શકી નથી. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરી કરી છે.