Lotus365 : અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર બેટિંગ એપ્લિકેશનના પોસ્ટરો લાગ્યા છે, જે બેટિંગ એપ પર સરકારે પ્રતિબંધ ફરમાવેલો હોવા છતા બોર્ડે લાગેલા જોવા મળી રહ્યાં છે.
Lotus365 : સરકાર વિવિધ એપ્લિકેશનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ સ્પષ્ટ નિર્દશો પણ જણાવેલા છે, છતાં પણ ચીની ગેમ્બલિંગ અને બેટિંગ સાઈટ પર સટ્ટા કાંડ થતો હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં સટ્ટાકાંડને લઈ વીટીવી પાસે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર બેટિંગ એપ્લિકેશનના પોસ્ટરો લાગ્યા છે. જે બેટિંગ એપ પર સરકારે પ્રતિબંધ ફરમાવેલો હોવા છતા બોર્ડે લાગેલા જોવા મળી રહ્યાં છે.
Lotus365 : ભારત સરકારે બેન કરેલી ચીની એપ્લિકેશન Lotus365ના શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. કોમર્સ છ રસ્તા, AEC, યુનિવર્સિટી વિસ્તારમાં ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનના પોસ્ટર લાગ્યા છે તેમજ AMTSના બસ સ્ટોપો પર પણ એપ્લિકેશનના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યાં છે.
Lotus365ના શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા
Lotus365 એપ્લિકેશનમાં સટ્ટો રમવામાં આવે છે તેમજ કાર્ડ્સ, સ્પોર્ટ્સ, કસિનો, ક્રિકેટ,ફૂટબોલ જેવી રમતો પર સટ્ટો રમવામાં આવે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ગેમ્બલિંગ અને બેટિંગ સાઈટની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. PIB, IT વિભાગે ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગ સાઈટ પર સખ્ત પ્રતિબંધ મુકેલો છે. પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં પોસ્ટર લાગ્યા છે.