LokSabhaElection2024 : આજે ગુજરાત માં લોકશાહી નો પર્વ કરાશે મતદાન

LokSabhaElection2024 : ગુજરાતમાં આજે 7મીના મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમ્યાન રાજ્યમાં મતદાન માટે `મહાજંગ’ ખેલાશે. જેમાં ગુજરાતમાં સુરતની એક બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ કુલ 26માંથી હવે 25 બેઠક માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. આ વખતે પંચ દ્વારા જાહેર કરાયા મુજબ લોકસભાની ચૂંટણીમાં 2,56,16,540 પુરુષ, 2,41,50,603 મહિલા અને ત્રીજી જાતિના 1534 મતદારો મળીને કુલ 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

LokSabhaElection2024 : હાલ ચૂંટણી મેદાનમાં રહેલા કોંગ્રેસ-ભાજપના 25-25, અન્ય પક્ષોના 98 અને 116 અપક્ષો મળીને કુલ 256 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. જેમાં 246 પુરુષ અને 19 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. 5 બેઠક માટેની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં 87,042 બીયુ, 71,682 સીયુ અને 80,308 વીવીપેટ દરેક મતદાન કેન્દ્ર ખાતે પહોંચાડી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણી માટે ગ્રામ્ય વિસ્તારમાં 33,475 અને શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો સહિત કુલ 50,677 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. કુલ 29,568 મતદાન મથક સ્થળો છે. જે પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે.

LokSabhaElection2024 : રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાન મથક બનાવવામાં આવ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને `સખી મતદાન મથક’ સ્થાપિત કરાયા છે. આમ, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઊભા કરાયા છે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવ્યાં છે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. ચૂંટણીપંચની જાહેરાત મુજબ આ વખતની ચૂંટણીમાં 50 ટકા અર્થાત 25,000થી વધુ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરાશે. તેની તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે. મતદાનના દિવસે કોઈને પણ કોઈ તકલીફ જણાય તો તેઓ ફરિયાદ કરી શકે તે માટે જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ચૂંટણીની કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના મળીને કુલ 4.50 લાખથી વધુ કર્મચારીઓ – અધિકારીઓની સેવા લેવામાં આવી છે. જેમાં 55,800થી વધુ તો પ્રિસાઈડિંગ ઓફિસર્સ અને 1.67 લાખથી વધુ પાલિંગ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. રાજ્યભરમાં ચૂંટણી દરમ્યાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 1.25 લાખ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

LokSabhaElection2024 : 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

LokSabhaElection2024 : રાજ્યના તમામ મતદાન કેન્દ્રો ઉપર ફરજની સોંપણી મુજબનો સ્ટાફ પહોંચી ગયો છે. તેઓ તે સ્થળે જ રાત્રિ-વિશ્રામ કરશે અને વહેલી સવારે જ તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં દરેક ઈવીએમ અને વીવીપેટ પર 5-5 વોટ નાખીને મોકલ પોલ કરશે. તે પછી સવારના 7 વાગ્યાથી રીતસર મતદાનની શરૂઆત થશે. ગત 2019ની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 64.51 ટકા મતદાન થયું હતું અને ભાજપે રાજ્યની તમામ 26 બેઠક ઉપર કેસરિયો લહેરાવી દીધો હતો. આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે ભાજપના દરેક ઉમેદવારોને 5 લાખથી વધુ વોટથી ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે, પરંતુ હાલની બદલાયેલી રાજકીય સ્થિતિમાં આ લક્ષ્યાંક દૂરનો દેખાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *