Lok Sabha : ગત રોજ નવસારી બેઠક પર ભાજપનાં તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રમાં ખુલાસો કર્યો હતો. જેમાં પાંચ વર્ષમાં ભાજપનાં ઉમેદવારની મિલકતમાં 2 કરોડનો વધારો થયો હતો. જ્યારે તેઓની પત્નિની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયો હતો.
Lok Sabha : નવસારી બેઠકનાં ભાજપનાં ઉમેદવારી સી.આર.પાટીલની ઉમેદવારી પત્રમાં ખુલાસો થયો છે. જેમાં પાંચ વર્ષમાં સી.આર.પાટીલની મિલકતમાં 2 કરોડનો વધારો થયો હતો. જ્યારે પાટીલની પત્નિની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયો હતો. પાટીલ અને તેમની પત્નિની કુલ મિલકતમાં 38.19 કરોડનો દર્શાવવામાં આવી હતી. સી.આર.પાટીલના પત્નિની કુલ મિલકત 17.94 કરોડ દર્શાવવામાં આવી હતી. તેમજ સી.આર.પાટીલે દર્શાવેલી મિલકતમાં વિવિધ રોકાણ તેમજ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Lok Sabha : નવસારીના કોંગ્રેસના ઉમેદવારની મિલકતને લઇને ખુલાસો
તો બીજી તરફ નવસારીનાં કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ ગત રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. નૈષધ દેસાઈની મિલકતને લઈને પણ ખુલાસો થયો હતો. નૈષધ દેસાઈએ ઉમેદવારી ફોર્મમાં કુલ 6.45 કરોડ રૂપિયાની મિલકત દર્શાવી હતી. નૈષધ દેસાઈ અને તેમનાં પત્નિની કુલ મિલકત 14.18 કરોડ હતી. નૈષધ દેસાઈના પત્નિના નામે 7.73 કરોડની મિલકત હોવાનો પણ ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ કર્યો છે.
Lok Sabha : તા. 12 એપ્રિલથી તા. 19 મી એપ્રિલ સુધી કુલ 35 લોકોએ ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીને લઈ ગત રોજ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે નવસારી લોકસભા બેઠકનાં ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તા. 12 એપ્રિલથી તા. 19 મી એપ્રિલ સુધી કુલ 35 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
Lok Sabha : તા. 22 એપ્રિલનાં સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
તા. 12 થી 19 એપ્રિલ દરમ્યાન ભરાયેલ ઉમેદવારી પત્રોની તા. 20 એપ્રિલનાં રોજ સવારે 11 વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ તા. 22 એપ્રિલનાં રોજ બપોરનાં 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. તેમજ આગામી તા. 22 એપ્રિલનાં સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.