Lok Sabha : સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતુ ખૂલ્યું છે.
Lok Sabha : સુરતમાં લોકસભા ચૂંટણીમાં હવે ટૂંક સમયમાં ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી ભાજપનો ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા છે.ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.
Lok Sabha : સુરતમાં કોણે કોણે ફોર્મ પરત ખેંચ્યા?
શોહેલ શેખ, લોગ પાર્ટી
જયેશ મેવાડા, ગ્લોબલ રિપબ્લીક પાર્ટી
પ્યારેલાલ ભારતી, BSP
ભરત પ્રજાપતિ, અપક્ષ
અજીતસિંહ ઉમટ, અપક્ષ
રમેશ બારૈયા, અપક્ષ
કિશોર ડાયાણી, અપક્ષ
Lok Sabha : બે દિવસનાં રાજકીય ડ્રામાનો ગત રોજ અંત આવ્યો હતો
સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલ રાજકીય ડ્રામાનો ગત રોજ અંત આવ્યો હતો. રવિવારે બપોરે ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ કર્યું હતું. જે બાદ રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમજ હિયરીંગ દરમ્યાન કુંભાણીનાં ટેકેદારમાંથી એક પણ વ્યક્તિ ચૂંટણી અધિકારી સમક્ષ હીયરીંગમાં હાજર ન થતા મામલો ગરમાવા પામ્યો હતો. ત્યારે ચૂંટણી અધિકારીએ કરેલ તપાસમાં ત્રણેય ટેકેદારો દ્વારા ઉમેદવારી પત્રમાં કરેલી સહીઓ મેચ ન થતા મામલો પેચીદો બન્યો હતો. એક પણ ટેકેદાર હાજર ન રહેતા અંતે ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યું હતું.
દીપક જોશીના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપના પ્રદેશ સહપ્રવક્તા દીપક જોશીએ ફોર્મ રદ થવાને લઇ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. દીપક જોશીએ જણાવ્યું કે જ્ઞાતિના આધારે ચૂંટણી લડવાનું કામ કરતી કોંગ્રેસને પ્રજા કડક જવાબ આપે છે. ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાથી ફોર્મ રદ થયું છે. ત્યારે આ વખતે પણ કોંગ્રેસ નવા નવા પ્રશ્નો ઉભા કરી રહી છે.
7ની સમજાવટ સફળ બનશે તો બિનહરીફ !
સુરત બેઠકને લઈ ચાલતા રાજકીય ડ્રામાનો સંપૂર્ણ અંત આવ્યો હોય એવું પણ નથી. કારણ કે, આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. છતા પણ હજુ ભાજપ સામે અન્ય 7 ઉમેદવારો ઉભા છે. આ સાતની સમજાવટ કદાચ સફળ બને તો ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય. તો બીજી તરફ અત્યારે કોંગ્રેસ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી રહી છે.
કોંગ્રેસનો ‘સુરતી લોચો’
નિલેશ કુંભાણીના ત્રણે-ત્રણ ટેકેદાર ખાસ અને અંગત છે. તેવામાં ખાસ લોકો જ દગાબાજ નીકળે તેવું તો કેવી રીતે માની લેવું. હાલ તો કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વારે પહોંચી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે, નહીં.
Lok Sabha : કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ્દ
હાલ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, નિલેશ કુંભાણી એક માત્ર એવા ઉમેદવાર નથી. જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ્દ થયું. પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ થયું છે. તેવામાં ખીચડી ક્યાં અને કેવી રીતે રંધાઈ હશે તે તમે જાણી ચૂક્યા હશો.