LIQUOR SEIZED IN GANDHIDHAM : પૂર્વ કચ્છ LCBએ ₹2.32 લાખના દારૂ સાથે ₹7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

LIQUOR SEIZED IN GANDHIDHAM : પૂર્વ કચ્છ LCBએ ₹2.32 લાખના દારૂ સાથે ₹7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

LIQUOR SEIZED IN GANDHIDHAM
LIQUOR SEIZED IN GANDHIDHAM

LIQUOR SEIZED IN GANDHIDHAM : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹2.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક નામીચા બુટલેગરની નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો. જોકે, આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. દારૂ અને કાર સહિત કુલ ₹7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળ LCB ટીમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ભચાઉનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો છે.

LIQUOR SEIZED IN GANDHIDHAM : આ બાતમીના આધારે LCB ટીમે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન નંબર પ્લેટ વગરની ઇનોવા કાર આવતી જોવા મળતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ગાડીનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈને ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો.

LCB ટીમે ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી 500 એમ.એલ. બીયરના 1056 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,32,320 થાય છે. આ ઉપરાંત, ₹5,00,000ની કિંમતની નંબર પ્લેટ વગરની ઇનોવા કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹7,32,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ભચાઉ) હાલ ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને LCB સ્ટાફ જોડાયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *