lic new policy: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અને પરિવાર માટે ઘણું બધું કરે છે. લોકો વિવિધ પ્રકારની વીમા પોલિસી લે છે. તમારું ભાવિ જીવન સરળતાથી જીવવા માટે પેન્શન યોજનામાં અરજી કરો. જો તમે પણ તમારા ભવિષ્ય માટે પેન્શન પોલિસી શોધી રહ્યા છો, તો LIC તમારા માટે એક ખાસ સ્કીમ લઈને આવ્યું છે. LIC એ તાજેતરમાં જ તેની સરલ પેન્શન યોજના (Saral Pension Scheme) શરૂ કરી છે. આ પોલિસીમાં ધારકે એક જ પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. જેનો અર્થ છે કે માત્ર એક જ વાર પ્રીમિયમ ભરીને, પોલિસી ધારક જીવનભર પેન્શન મેળવી શકે છે.
આ પોલિસીમાં તમને બે ઓપ્શન મળે છે. સિંગલ લાઇફ પોલિસી અને જોઇન્ટ લાઇફ પોલિસી. સિંગલ લાઇફ પોલિસી માત્ર એક વ્યક્તિના નામે છે. પોલિસી ધારકના મૃત્યુ પછી બેઝ પ્રીમિયમની રકમ નોમિનીને પરત કરવામાં આવે છે જ્યારે જોઈન્ટ પોલિસી પતિ પત્નીના નામે હોય છે. પતિ અને પત્ની બંનેના મૃત્યુ પછી બેઝ પ્રીમિયમ નોમિનીને ચૂકવવામાં આવે છે.
કેવી રીતે અરજી કરવી ?
તમે આ સ્કીમ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેંક અથવા વીમા કંપનીની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. આ સિવાય જો તમે ઓફલાઇન અરજી કરવા માંગતા હો, તો તમારે બેંક અથવા નજીકની વીમા કંપનીની ઓફિસમાં જઈને ફીઝિકલી ફોર્મ ભરવાનું રહેશે. તેના પછી તમારી પાસે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવશે.
અરજી માટે ક્યા દસ્તાવેજોની જરૂર પડશે ?
પોલિસી માટે તમારે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, રેશન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, ઈનકમ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઇલ નંબરની જરૂર પડશે.
કેટલી રકમ પર મળશે સૌથી વધુ લાભ ?
આ સ્કીમમાં તમને વાર્ષિક 12 હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળશે, જો કે પોલિસીની કોઈ મહત્તમ મૂલ્ય મર્યાદા નથી. LIC કેલ્ક્યુલેટર અનુસાર જો તમારી ઉંમર 42 વર્ષ છે અને તમે 30 લાખની પોલિસી લો છો, તો તમને દર મહિને 12,388 રૂપિયાનું પેન્શન મળશે.