સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દો. વાસણાના વિધાર્થીઓને પો.ઇન્સ્પે હુદડ દ્વારા ટ્રેક શૂટ આપી પ્રોત્સાહિત કર્યા

મહેનત કરવાથી હંમેશા સિદ્ધિ હાંસલ કરી શકાય છે ત્યારે ગાંધીનગર તાલુકાના દોલરાણા વાસણા ગામના યુવાનો આગામી આવનાર પોલીસ ભરતી તેમજ વન રક્ષક ભરતીમા દેશની સેવા કરવા માટે રાત દિવસ મહેનત કરી રહયા છે ત્યારે ગામના જાગૃત અને શિક્ષિત વડીલો દ્વારા પણ તેમને અવારનવાર પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવે છે. ગામમા વિધાર્થીઓએ શાંત વાતાવરણમાં વાંચન કરી શકે તે માટે લાઈબ્રેરીની પણ સુવિધા કરવામાં આવી છે ત્યારે થોડા દિવસ અગાઉ જ ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયેલ રાવીરાજસિંહ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવેલ હતી અને ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાવીરાજસિંહે મહેનત કરતા વિધાર્થીઓને જરૂરી જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મનેહત કેવી રીતે કરવી કેટલા કલાક વાંચન કરવું જેવી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો અને આગેવાનો હાજર રહયા હતા.જેમાં ચિલોડના પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ સાહેબ પણ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ યુવાનોનું ઉત્સાહ વધારવા માટે ચિલોડના પોલીસ ઇસ્પેક્ટર સાહેબે તમામ કોમના મેહનત કરતા યુવાનોને પીટી ડ્રેસ આપી હતી. દોલારણા વાસણા ગામના છોકરાઓના પોલીસ ભરતી,વન રક્ષક ભરતી અને અન્ય ભરતી બાબતે માર્ગદર્શન આપી તેમનું ઉત્સાહ વધાર્યું હતું. પી આઈ સાહેબે જણાવ્યું હતું કે એક દેશની સેવા કરવા માટે દરેક વ્યક્તિને મોકો નથી મળતો જેથી તમને મોકો મળી રહ્યો છે તો તમે ખૂબ ઉત્સાહ સાથે મેહનત કરી દેશની સેવામાં લાગી જાવ કરે જેથી તમને પણ તમારી જાત પર ગર્વ થશે.ઘણા એવા ઓફિસરો છે જેમેની કામગીરીને જોઈને આપણને ખરેખર સલામ કરવાની ઇચ્છ થાય એવા જ ઓફિસર ચિલોડાના પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ સાહેબ છે જે હંમેશા સેવા કાર્યમાં તત્પર રહેતા જોવા મળે છે. પોલીસની ફરજ અને દેશની સેવાતો હંમેશા તેઓ ખડે પગે નિભાવે જ છે. હુદડ સાહેબ દ્વારા આજે દોલારાણા વાસના ગામના યુવાનોને પી.ટી.ડ્રેસ આપી એક સેવાકીય કાર્ય કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને વિધાર્થીઓમાં પણ એક ખુશી આજે જુસ્સો જોવા મળી રહયો છે ગામમા વિધાર્થીઓને નિવૃત ફોજી દ્વાર પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.ત્યારે ચિલોડાના પી.આઈ હુદડે વિધાર્થીઓને ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ગામનું અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *