Leakage in Narmada Canal : કચ્છના નાના રણમાં નર્મદા કેનાલમાં લીકેજથી 65 કિલોમીટરનો રસ્તો બન્યો જળમાર્ગ.

Leakage in Narmada Canal : કચ્છના નાના રણમાં નર્મદા કેનાલમાં લીકેજથી 65 કિલોમીટરનો રસ્તો બન્યો જળમાર્ગ.

Leakage in Narmada Canal
Leakage in Narmada Canal

Leakage in Narmada Canal : નમામી દેવી નર્મદે!! નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન છે. પરંતુ જો હાલમાં આ જીવાદોરી જ જોખમરૂપ બની છે. 75,000 કિમી લાંબી નર્મદા કેનાલના લીકેજને કારણે કચ્છના નાના રણમાં આશરે 65 કિલોમીટર લાંબો અને 500 મીટર પહોળો પાણીનો અણધાર્યો માર્ગ બની ગયો છે. આ ઘટનાને કારણે ઇકોસિસ્ટમ પર ગંભીર અસર થવાની ચિંતા વધી રહી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ થયેલા તારણો અનુસાર, આ પાણીનો પ્રવાહ સાંતલપુર, ધ્રાંગધ્રા, વિરમગામ અને બજાણા સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે. આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા,

જીએસએચઆરસી ચેરમેન જસ્ટિસ કે.જે. ઠાકરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) ના ચેરમેન મુકેશ પુરીને આ મામલે ધ્યાન દોર્યું છે. છેલ્લા આઠ મહિનામાં લીકેજને રોકવા માટે નહેરનું સમારકામ, ચેક ડેમનું નિર્માણ અને કૃત્રિમ તળાવોમાં પાણી વાળવા જેવી ઉપચારાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, આગામી 24 એપ્રિલના રોજ ગાંધીનગરમાં એસએસએનએનએલ કાર્યાલય ખાતે આ અંગે સંકલન સમિતિની બેઠક યોજાશે.

Leakage in Narmada Canal : સિંચાઈ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે 28 મેના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન, જીએસએચઆરસી એ આ મુદ્દાની તપાસ કરવા અને વ્યવહારુ ઉકેલો શોધવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, પાઇલોટ ડ્રોન સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.”

આ વિશેષ સમિતિમાં એસએસએનએનએલના અધિક્ષક ઇજનેર, સિંચાઈ, કૃષિ, વન અને વન્યજીવન વિભાગના અધિકારીઓ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ અને મોરબીના જિલ્લા પ્રતિનિધિઓ, પર્યાવરણીય કાર્યકર રોહિત પ્રજાપતિ અને એમએસ યુનિવર્સિટી, વડોદરાના પર્યાવરણીય આયોજક નેહા સરવતેનો સમાવેશ થાય છે.

Leakage in Narmada Canal : સમિતિના સભ્ય અને અરજદાર અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “પાટડી અને ધ્રાંગધ્રા જેવા પેરિફેરલ બ્લોકના ખેડૂતોને ડિસેમ્બર સુધીમાં નર્મદાના પાણીની જરૂર હોય છે. ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન કચ્છના નાના રણ સુધી વધારાનું પાણી પહોંચતું અટકાવવા માટે પાણીનું માપિત વિતરણ કરવું જરૂરી છે.” તેમણે 2014ની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, માલિયા શાખા નહેરમાં ભંગાણ થવાને કારણે ગણતરીના કલાકોમાં મોટી માત્રામાં પાણી કચ્છના નાના રણમાં વહી ગયું હતું.

જીએસએચઆરસી સમક્ષ ડિસેમ્બર 2023 અને ડિસેમ્બર 2024માં રજૂ થયેલા અહેવાલો અને ફરિયાદોમાં હળવદ તાલુકાના કિડી ગામ, ખારાઘોડા રણ અને ઝીંઝુવાડા રણમાં નહેરનું પાણી ઘૂસી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, ગોરૈયા અને વિરમગામ શાખા નહેરો અને તેમની પેટા-નહેર નેટવર્કમાંથી થતું લીકેજ પણ આ સમસ્યામાં વધુ ફાળો આપી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા ઉપાયોમાં ધ્રાંગધ્રા શાખા નહેર સાથે જોડાયેલી નદીઓ અને નાળાઓ પરના જૂના ચેક ડેમનું સમારકામ સામેલ છે.

Leakage in Narmada Canal : સમિતિ પાણીના પ્રવાહના પેટર્નનું વિશ્લેષણ કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોને ઓળખવા માટે 2014-2024ના ઇઈંજઅૠ-ગ સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરી રહી છે. એસ.એસ.એન.એન.એલ.ના અધિકારીએ ઉમેર્યું હતું કે, “હાલના ચેક ડેમ પર સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ છે, અને નવા ચેક ડેમ તેમજ ગામડાના તળાવો બનાવવાની યોજનાઓ પણ વિચારણા હેઠળ છે.”

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *