LEADER OF PANTY WEARING GANG : 14 જુલાઈના મોડી રાત્રીના આંતરરાજ્ય ચડ્ડી બનિયાન ધારી ગેંગના સરદારને મુંદરા પોલીસે ઝડપી પાડ્યો

LEADER OF PANTY WEARING GANG : 14 જુલાઈના મોડી રાત્રીના આંતરરાજ્ય ચડ્ડી બનિયાન ધારી ગેંગના સરદારને મુંદરા પોલીસે ઝડપી પાડ્યો

LEADER OF PANTY WEARING GANG
LEADER OF PANTY WEARING GANG

LEADER OF PANTY WEARING GANG : મધ્યપ્રદેશના ઇનામી ગુનેગાર અને કર્ણાટકની જેલના ભાગેડુ એવા આંતરરાજ્ય ચડ્ડી બનિયાન ધારી ગેંગના સરદારને મુંદરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગત 14 જુલાઈના મોડી રાત્રીના મુંદરાની ગોકુલમ સોસાયટીના સીક્યુરીટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ ટેલીફોનથી મુન્દ્રા પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે ગોકુલમ સોસાયટીના સીસીટીવી કેમેરામા અમુક ચડ્ડી બનિયાન પહેરેલ ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે.

LEADER OF PANTY WEARING GANG : જેથી પોલીસ મોકલો. જેથી ફરજ પરના પીએસઓએ નાઈટ ફરજ પરના પોલીસના કર્મચારીઓને તુરંત ત્યા પહોચવા સુચના આપી અને પોલીસે સમયસુચકતા વાપરી ફોન કરનાર હરદેવસિંહ રાણા તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઇસમને જગ્યા પરથી ચોરી કરેલ મુદામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.સીક્યુરીટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ હિંમત અને બહાદુરીપુર્વક કામ કર્યું હતું.

LEADER OF PANTY WEARING GANG : સોસાયટીમાં ચેક કરતા એક બંધ મકાનનો દરવાજાનો નકુચો તથા એન્કર લોક તુટેલ જણાયો હતો જે મકાન માલીક બહાર ગામ હોવાથી તેઓને જાણ કરતા તેઓએ આવી મકાનમાંથી 40 હજારની મતાની ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાવી હતી.આ બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ કરવા તેમજ તેના વતનમા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અન્ય ગુનામાં તેની સંડોવણી અંગે તપાસ કરવા સુચના આપી હતી.

જેથી મુંદરા પીઆઈ આર.જે.ઠુંમર તથા પીએસઆઈ ડી.જે.ઠાકોરની આગેવાનીમા ટીમ બનાવી સઘન અને કડક પુછપરછ કરતા આરોપી રીઢો હોવાથી પોતાનુ સાચુ નામ-ગામ-સાથીઓના નામ સાચા જણાવતો ન હતો.

LEADER OF PANTY WEARING GANG : પોતાનુ નામ પ્રથમ સુરેશ જણાવ્યુ ત્યારબાદ સુનીલ જણાવ્યુ અને ઘણા પ્રયત્નો પછી પોતાનુ સાચુ નામ અને સરનામુ જણાવ્યુ હતું મજકુરની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરવામાં આવી અને ગુજરાત સરકારની ઈગુજકોપ તથા અન્ય ટેક્નીકલ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા અને મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરતા એવી હકીકત જાણવા મળેલ કે, આરોપી મધ્યપ્રદેશની ખુંખાર ચડ્ડી બનિયાનધારી ટોળકીનો સરદાર છે.

તે મધ્યપ્રદેશના અલીરાજપુરના જોબટ તાલુકાના મોટી ઉત્તી ગામનો સુરમ ઉર્ફે સુરેશ કાલીયા મીનામા છે તેના વિરૂધ્ધ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોમા ઘરફોડ ચોરી, લુંટ,આર્મ્સ એક્ટ, વાહન ચોરી જેવા 12 ગુના દાખલ થયેલ છે.

LEADER OF PANTY WEARING GANG : આ શખ્સ કર્ણાટકની હલીયાલ જેલમા 6 વર્ષથી સજા ભોગવતો હતો અને વર્ષ 2023થી ભાગેડુ છે તેના વતન ઉદયગઢ તથા અન્ય રાજ્યોના ઘણા ગુનામા વોન્ટેડ છે. મધ્યપ્રદેશમા અલીરાજપુર જીલ્લામા પોલીસ અધિક્ષક દ્વારા આરોપીની ધરપકડ પર 5 હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.મુન્દ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પુછપરછમા મોડ્સ ઓપરેન્ડી અંગે એવો ખુલાસો થયો કે, પોતાના સાથીઓ સાથે જે તે શહેરમા આવી દિવસે રેકી કરી જે સોસાયટીની બાજુમા ખુલ્લુ મેદાન અને બાવળોની ઝાડીઓ હોય તેવી પોશ સોસાયટી સિલેક્ટ કરી બાવળની ઝાડીઓમા છુપાઇ જતા હતા.

LEADER OF PANTY WEARING GANG : રાત્રે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી સુઈ જતા અને ત્યારબાદ જાગી ઝાડીઓમાથી દિવાલ કુદી સોસાયટીમા જઈ બંધ ઘરને ટાર્ગેટ કરી મકાનના તાળા તથા નકુચા ડીસમીસથી તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનમા રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી નાશી જાય છે.

મુંદરા પોલીસ દ્વારા શહેરમા આવેલ સોસાયટીના રહીશો અને સિક્યુરીટી ગાર્ડનું એક અલાયદુ આપની સુરક્ષા, અમારો સંકલ્પ નામનુ વ્હોટ્સગ્રુપ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી જરૂરી સુચનાઓ આપવામા આવે છે તેમજ જે મકાનો બંધ હોય ત્યાં વિશેષ પેટ્રોલીંગ રાખવા અને તે બાબતે પોલીસને જાણ કરવા સુચના આપવામા આવે છે આ બાબતે રાખવામાં આવેલી તકેદારી અને જાગૃતિના કારણે ખૂંખાર આરોપી પકડાયો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *