આણંદ ખાતે સાંસદ જનસેવા રથનો શુભારંભ
આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઇ પટેલે આજે એક અભિનવ પહેલ શરૂ કરી છે. તેમણે “સાંસદ જન સેવા રથ”નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડવાનો છે.
આ રથનો શુભારંભ આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યો. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરવાનો પ્રયાસ છે.
સાંસદ જન સેવા રથ ગામડાઓ સુધી પહોંચશે અને ગરીબ તથા વંચિત વર્ગના લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં મદદરૂપ થશે. આ રથ એવા લાભાર્થીઓને પણ મદદ કરશે જેમનો યોજનાઓનો લાભ બંધ થઈ ગયો છે અને તેને ફરીથી શરૂ કરાવવામાં સહાયક બનશે.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગ્નેશભાઇ પટેલ, પુર્વ સાંસદ શ્રી દિપકભાઇ પટેલ, પુર્વ જિલ્લા પ્રમુખ શ્રી જયપ્રકાશભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી સુનિલભાઇ શાહ, યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ, આણંદ, પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન ,વિદ્યાનગર અને કરમસદ શહેર સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આ પહેલ દ્વારા, સાંસદશ્રી મિતેષભાઇ પટેલ સરકારી યોજનાઓની પહોંચ વધારવા અને સમાજના દરેક વર્ગ સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ રથ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનું અને તેમને સશક્ત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.