
શંકરસિંહ વાધેલા એ આજે જાહેર મંચ પરથી કોંગ્રેસ માટે મતો માંગ્યા હતા. જેથી આ સંકેત તેમના કોંગ્રેસમાં જોડાવવાનો સંકેત આપી રહ્યા છે. તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંગ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

ઘર વાપસીના એંધાણ આ નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આંદોલન કરવાવાળા મિત્રોને કહું છું કે, હું કોંગ્રેસમાં હોઉં કે ના હોઉં કોંગ્રેસના પંજાને મત આપજો. 25 વર્ષ બાદ પરીવર્તનનો આ સંદેશો છે. આ સરકાર પર પૂર્ણ વિરામ મૂકો નહીંતર પૂરું થઈ જશે. તેમ શંકરસિંહ વાઘેલાએ આજે એક જાહેર મંચ પરથી નિવેદ આપ્યું હતું.

શંકરસિંહ વાઘેલાના ઘર વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. થોડા દિવસ પહેલા જ શંકરસિંહે મહત્વની બેઠક કોંગ્રેસના પ્રદેશ નેતા સાથે કરી હતી. શંકરસિંહની કોંગ્રેસમાં જોડાવવાની વાતે મહેન્દ્રસિંહના જોડાયા બાદ જોર પકડ્યું છે. ત્યારે આ નિવેદન બાદ આ વાત વધુ સ્પષ્ટ થતી હોય તેમ અંદાજ લગાવી શકાય છે. વનવગડો ખાતે શંકરસિંહ સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મહત્વની બેઠક અગાઉ કરી હતી.