મોરબીના મહેન્દ્રનગર નજીક હીટ એન્ડ રન, આઈસરની ઠોકરે યુવાનનું મોત

   

મોરબીના માળિયા ફાટક મેઈન રોડ મહેન્દ્રનગર ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકને આઈસર ચાલકે ઠોકર મારતા બાઈક સવાર ૨૦ વર્ષના યુવાનનું મોત થયું હતું જયારે અકસ્માત સર્જી અજાણ્યો આઈસર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો

        જોડિયા તાલુકાના પીઠડ ગામના રહેવાસી ભરતભાઈ બાબુભાઈ પઢીયાર (ઉ.વ.૧૯) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભરતભાઈ અને તેના ફૂવાનો દીકરો ઉમેશ રાજેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦) બંને ભરતભાઈના બાઈક જીજે ૧૦ સીપી ૬૭૬૪ લઈને ગત તા. ૦૯ ના રોજ મોરબી મહેન્દ્રનગર ગામથી બહાર નીકળતા માળિયા ફાટક તરફ જતા હોય ત્યારે અજાણ્યા આઈસર જેવી ટ્રકના ચાલકે વાહન પુરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈકને પાછળથી ઠોકર મારતા ફરિયાદી ભરતભાઈને ઈજા પહોંચી હતી જયારે ઉમેશ ચૌહાણ નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી આઈસર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *