ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તેમજ દારૂ અને પૈસાનો ઉપયોગ ન થઇ શકે તે માટે ચૂંટણીપંચે ગુજરાત પોલીસને શખ્ત કાર્યવાહી કરવા આદેશ આપતા રાજ્યને અડીને આવેલ તમામ આંતરરાજ્ય સરહદો તેમજ જીલ્લા સરહદો પર સીમા સુરક્ષા બળ અને પોલીસતંત્ર દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામાં આવ્યું હોવા છતાં સુરક્ષામાં છેડા રહેતા બુટલેગરો પરપ્રાંત માંથી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે
ત્રણ દિવસ અગાઉ સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી નજીક ટ્રકમાંથી 38 લાખનો દારૂ ઝડપી લેતા ચૂંટણી પંચે અરવલ્લી પોલીસ પાસે ખુલાસો માંગવાની સાથે રાજસ્થાન બોર્ડર પરના સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્ય પોલીસતંત્ર સીધી રીતે ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે.
ચૂંટણી પંચે રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાહનોનું સઘન ચેકીંગના આદેશ આપવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે ત્રણ દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ શામળાજી પાસેથી જપ્ત કરેલો ૩૮ લાખના દારૂના કેસમાં અરવલ્લી પોલીસના ચેકપોસ્ટના સ્ટાફની પુછપરછ કરવા અને જરૂર પડયે કાર્યવાહી કરવા માટે પણ કહેવાયું છે. સાથેસાથે આચારસંહિતા બાદ ગુજરાતમાં અત્યાર સુધી મળી આવેલા વિદેશી દારૂના મોટા કન્સાઇનમેન્ટના રૂટની તપાસ કરવા માટે ચૂંટણી પંચે ડીજીપીને ભલામણ કરી છે.