પોરબંદર શહેર અને જીલ્લામાં વિધાનસભાની ચુંટણી સમયે દેશીદારની બદીનેવધતી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ત્યારે અનેક જગ્યાએ દરોડા પાડીને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે આક્રમકતાનો પરચો પૂરો પાડ્યો છે.
ખારવાવાડની મીઠી મસ્જીદ પાસે રહેતા મનસુખ.ગોવિંદ.ગોહેલ, પ્રવીણ ઉર્ફે ઢબેલી ગોવિંદસેરાજી,કડિયાપ્લોટ શેરી નં-૧ ના હંસાબેન લખમણ પરમાર, સુભાષનગરના શિવ મંદિર પાસે રહેતા કરશન પ્રેમજી સલેટ વગેરેને ૨૦૦ રૂપિયાના દારૂ સાથે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.
તે ઉપરાંત મહિયારી ગામના રામો ઉર્ફે ગાંડો ભોજા પરમાર,રીણાવાડાના જીલારી વાડી વિસ્તારના બાલુ વેજા ઓડેદરા હાજર મળી આવ્યા ન હતા પરંતુ પોલીસે ૨૬૦ રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો.ધરમપુરના પાટિયા પાસે રહેતો વેદા.મેગ્રાજ.સુમાયત હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે તેના ઝુંપડામાંથી ૬૦ રૂપિયાનો ઘરૂ કબ્જે કર્યો હતો. બોખીરા લવાડી વિસ્તારની ભરમીબેન ઉર્ફે મુંધી કેશુ કડછાને ૨૪૦ રૂપિયાના રૂ સાથે પકડી લેવાઈ હતી.બોખીરાના તિરુપતિ મંદિર સામે રહેતા વિપુલ કિશોર બાલસને ૪૦ રૂપિયાના દારૂ સાથે અને બોખીરા–તુંબડાની રૂપીબેન ગણેશ પરમારને ૬૦ રૂપિયાના દારૂ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
બોખીરાની આવાસ યોજનામાં રહેતા ગોવિંદ રામજી માલમ, નાગરવાડા શેરી નં-૨ ના રાજુ પુંજા સલેટ, ખાપટ શ્રીજી ધામ સોસાયટીના ભરત.પ્રવીણ.ખુંટી,જયુબેલીના ધીરૂ ઓધવજી જોશી,ગાયત્રી મંદિર સામે ખાડી કાંઠે રહેતી મંજુબેન નાથા સરવૈયા,પાલખડાની સીમમાં રહેતા રામદે વસ્તા કેશવાલા,બગવદર પ્રાથમિક શાળા પાસે રહેતા પંકજ રવજી સોલંકી,વગેરેને પોલીસે ૩૯૦ રૂપિયાના મુઢમાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે.
તે ઉપરાંત બેરણ ગામે તળાવ કાંઠે રહેતો જગા બાવા ગુરગટીયા અને બિલેશ્વરના દીપડીયા પરાનો ભરત ભાષા કોડીયાતર હાજર મળી આવ્યા ન હતા પોલીસે આ બન્નેના ઘરેથી ૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.