કોકિલ કંઠી લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલીન…

અખંડ હિંદુસ્તાનનો કંઠ હવે સદાયને માટે મૌન થઈ ગયો છે. સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ હવે કાયમને માટે પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંત્યેષ્ઠિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી.
PM નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચીને લતા મંગેશકરના પાર્થિવ દેહને પોતાની અંજલિ આપી અને લતાદીદીના શોકાતુર પરિવારજનોને પોતાની સાંત્વના પાઠવી હતી.
લતાજીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ખાતે સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે. જ્યાં લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરનો પુત્ર આદિત્ય લતાદીદીને મુખાગ્નિ આપશે. શિવાજી પાર્ક ખાતે સચિન તેંડુલકર, શાહરુખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, NCPના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ મોજુદ છે. તેમણે પણ પોતપોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લતાદીદીનાં અંતિમ દર્શન કર્યાં હતાં.
92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.
લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *