ગણેશ વિસર્જન દહેગામના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીનો બનાવ, ત્રણ દિવસમાં વિસર્જન સમયે ડૂબી જતા 10ના મોત
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબી જતા પાંચના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી દુર્ઘટના છે જેમાં કુલ 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના જ્યારે જૂનાગઢમાં 1 યુવકનું મોત નિપજ્યું હતું.