કચ્છી સમાજ દ્વારા અમદાવાદમાં વિવિધ ઘટક સમજો સાથે ‘કચ્છી સંવાદ સંમેલન’ યોજાયું

કચ્છી સમાજ દ્વારા અમદાવાદમાં વિવિધ ઘટક સમજો સાથે ‘કચ્છી સંવાદ સંમેલન’ યોજાયું

અમદાવાદમાં વસતા કચ્છ પ્રદેશના નાગરિકોના સંગઠન કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા આજે ”કચ્છી સંવાદ સંમેલન” નું આયોજન કરાયું હતું. અમદાવાદમાં સ્થાયી થયેલા વિવિધ ઘટક સમજોના પદાધિકારીઓ આ સંમેલનમાં સૌના સહિયારા પ્રયાસોથી કચ્છી પરિવારજનોના સર્વાંગી વિકાસ માટે કાર્યો કરવા નિર્ધાર કરેલ હતો.

પ્રારંભે કચ્છી સમાજ, અમદાવાદના પ્રમુખ સીએ કૈલાશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અમદાવાદમાં વસતા આઠ હજાર થી પરિવારોના પ્રતિનિધિત્વ કરતા વિવિધ ઘટક સમજો નું જોડાણ મજબૂત બનાવવાનો પ્રયત્ન છે. ઉપપ્રમુખશ્રી અતુલ સોનીએ કચ્છી સમાજની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી ભીષયના આયોજન વિશે જણાવેલ. ઘટક સમાજોના પદાધિકારીઓએ તેમની સંસાથો દ્વારા અમદાવાદમાં ચાલતી પ્રવૃતિઓ વિશે માહિતી આપેલ. આ સામુહિક ચિંતન દ્વારા જ્ઞાતિ સ્તરે થતી સેવાકીય પ્રવૃતિઓના અનુભવો લાભ સર્વે કચ્છી પરિવારોને મળે તેવા આયોજનો કરવા પર ભાર મૂકવામાં આવેલ.

કચ્છીસમજના પ્રમુખશ્રી કૈલાશભાઇએ જણાવ્યું કે આગામી ટૂંક સમયમાં એક બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે જેમાં વિષય નિષ્ણાતો દ્વારા કચ્છી ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને વ્યાવસાયિકો ને કેન્દ્રીય બજેટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે કચ્છી સફળ મહાનુભવો દ્વારા પ્રેરણા આપવામાં આવશે. આ કાર્યક્રમ ના આયોજન વિશે કચ્છી જૈન સમાજના અગ્રણી શ્રી હિરેનભાઈ શાહ અને કચ્છી સમાજના પૂર્વ ખજાનચીશ્રી હરસુખભાઈ પટેલે વિશેષ માહિતી આપેલ.

કચ્છી સંસ્થાપકો પૈકીના એક એવા વડીલ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે ઉપસ્થિત રહી સૌને કચ્છી સમાજની પ્રવૃતિઓમાં જોડાઈ સહકાર આપવા અપીલ કરી હતી. ઉપપ્રમુખશ્રી નરશીભાઈ પટેલે ભાવવાહી શૈલીમાં સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળી કાર્ય કરે તેવી ભાવના વ્યક્ત કરેલ. આ મિટિંગમાં કચ્છી સમાજ દ્વારા શ્રી અતુલ સોનીના કન્વીનર પદે એક ડોકટર સેલ તથા શ્રી હરસુખ પટેલના કન્વીનર પદે ચાર્ટડ એકાઉન્ટ તથા પ્રોફેશનલ સેલ રચવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો લાભ અમદાવાદના સર્વે કચ્છીઓને મળી શકશે.

આ સંમેલન ને સફળ બનાવવા પ્રમુખશ્રી કૈલાશદાન ગઢવી, ઉપપ્રમુખ અતુલ સોની, શ્રી મનુભાઈ કોટડીયા, સહ મંત્રી શૈલેશ કંસારા, કાર્યાલય મંત્રી દિનેશભાઇ મેહતા, સંજયભાઈ રાઠોડ , વિગેરે ખૂબ જહેમત ઉઠાવેલ.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *