Kutchi jain : કચ્છી જૈન સંતોની નિશ્રામાં ઈન્દોરમાં આહાર સંહિતા હિન્દી પુસ્તકનું વિમોચન

Kutchi jain : આહાર સંહિતા ઉપર કાબુ રાખી, સાત્વિક ખોરાક લેવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુની મહારાજ સાહેબ કચ્છી જૈન સંતોની નિશ્રામાં ઈન્દોરમાં આહાર સંહિતા હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું.

Kutchi jain : કચ્છ-આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરૂવયૅ ધીરજલાલ સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ. પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ. સા. ( ભોજાય- કચ્છ) અને તેમના શિષ્ય પ. પૂ. ઓજસમુનિ ‘મંગલ’ મ.સા. (કચ્છી જૈન સંતો)ની પાવન નિશ્રામાં, ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ ઇન્દોર (મધ્યપ્રદેશ)માં માતૃશ્રી ઉજમબેન સુંદરજી દોશી જૈન ભવનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં, આહાર સંહિતા હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું હતું.


Kutchi jain : આ હિન્દી પુસ્તક આહાર સંહિતા (ખાનપાન વિષયક જાણકારી) નું સંકલન અને લેખન, વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા અને કચ્છી જૈન સંત પ. પૂ. નરેશમુની ‘આનંદ’ મ.સા.એ કરેલ છે. જ્યારે સંપાદન અને હિન્દી અનુવાદ આકાશવાણી ભુજના પૂર્વ કેન્દ્ર નિયામક તથા પ્રખર વક્તા અને લેખક જયંતીભાઈ જોશી ‘શબાબ’ એ કરેલું હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી/ ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.


Kutchi jain : બંને કચ્છી જૈન સંતોએ ઇન્દોર (મધ્યપ્રદેશ)માં નગર પ્રવેશ કર્યો ત્યારથી ચાતુર્માસ મંગલ પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં જેમના ઘરે પગલાં કર્યા, તે ગુરુભક્તોના હસ્તે આહાર સંહિતા પુસ્તકનું વિમોચન કરાયું હતું.


આ પ્રસંગે પ. પૂ. નરેશમુની મહારાજ સાહેબે, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવીકોને સંબોધતા જણાવ્યું હતું કે, આહાર સહિત ઉપર કાબુ રાખી સાત્વિક ખોરાક લેવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે.


આ પ્રસંગે સંઘના પ્રમુખ યોગેશભાઈ કોઠારી, સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી / ખજાનચી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *